વાતાવરણમાં પલટો: દાહોદ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાતા આશ્ચર્ય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
દાહોદ શહેરમાં વહેલી સવારથી એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વરસાદની આશંકાએ લોકોએ અનાજને ઢાંકી દીધું હતું. - Divya Bhaskar

દાહોદ શહેરમાં વહેલી સવારથી એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વરસાદની આશંકાએ લોકોએ અનાજને ઢાંકી દીધું હતું.

  • દાહોદ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ સર્જાતા આશ્ચર્ય
  • APMCમાં અનાજ ઢાંકવા દોડધામ

બુધવારે દાહોદ શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો નોંધાયો હતો. દાહોદ શહેરમાં બુધવારે તા.14 એપ્રિલના રોજ સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. એક તરફ શહેર અને જિલ્લામાં કોરોનાકાળ પુન: તેની ચરમસીમાએ છે ત્યારે આવા વાદળછાયા વાતાવરણને જોઈને લોકોમાં કંઈક અમંગળ બનવાનું હોય તેવા ડર ‌સાથે ગભરાટ ઉભી થઈ હતી. અને દરમ્યાનમાં પવન ફૂંકાતા આખું શહેર એકદમ ધૂળિયું થઈ જવા પામ્યું હતું.

સવારથી બપોર લગી દાહોદમાં ગમે ત્યારે અચાનક વરસાદ પડશે તેવી ભીતિને લઈને અનાજ માર્કેટના વેપારીઓમાં ખુલ્લા અનાજને ઢાંકવા માટે દોડધામ મચી હતી અને લોકોએ પ્લાસ્ટિક વડે અનાજને ઢાંકી દીધું હતું. દાહોદ જિલ્લામાં લગ્નસરા ચાલી રહ્યા છે ત્યારે ભારે પવનના કારણે કેટલાંક વિસ્તારોમાં મંડપો પણ ઉડી ગયા હોવાની માહિતી મળી છે. જિલ્લાના કેટલાંક વિસ્તારોમાં સામાન્ય છાંટા પડ્યા હોવાની પણ માહિતી મળી છે. લોકોમાં બીમારી વધશે તેવો ભય લોકોમાં જોવા મળ્યો હતો. જો કે બપોર બાદ તડકો નીકળતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: