વાતાવરણમાં પલટો: દાહોદમાં ભરઉનાળે ચોમાસા જેવો છવાયો, માર્ચમાં અમીછાંટણા થતા આશ્ચર્ય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • લોકોએ કર્યો બેવડી ઋતુનો અનુભવમાહોલ

દાહોદ પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી ગરમીનું પ્રમાણ વધી ગયુ છે.તેવા સમયે શુક્રવારે સાંજે એકાએક વાતાવરણમાં પલ્ટો આવી ગયો હતો.થોડી મિનીટો માટે વાદળો છવાઇ ગયા હતા તેમજ ગડગડાટ સાથે અમી છાંટણા થયા હતા.આમ એક તરફ કોરોના ફરી માથું ઉંચકી રહ્યો છે ત્યારે હવામાન બદલાતાં નાગરિકોમાં ચિંતાનો વધારો થયો છે.

હોળીના સપરમા તહેવારને આડે હવે પખવાડિયું જ બાકી રહ્યુ છે ત્યારે સ્વાભાવિક રીતે જ ઉનાળાની અનૂભુતિ થઇ રહી છે.જેને કારણે બપોરના સમયે તાપમાનનો પારો 30 ડીગ્રીને પાર જઇ રહ્યો છે.ગરમીને કારણે પંખા અને એરકંડીશ્નર પણ ચાલુ થઇ ગયા છે.આ વખતે ગત વર્ષ કરતાં ઉનાળો આકરો રહેવાની આગાહી પણ કરી દેવામાં આવી છે ત્યારે ઠંડા પીણાંની હાટડીઓ પણ મંડાઇ ગઇ છે.બીજી તરફ હવામાન વિભાગે માર્ચના મધ્યાંતરે ગુજરાતમાં કમોસમી માવઠું થવાની આગાહી કરી હતી.તે પ્રમાણે દાહોદ શહેરમાં શુક્રવાર તારીખ 12 માર્ચના રોજ સમી સાંજે એકાએક જ ઋતુ જાણે બદલાઇ ગઇ હોય તેવુ વાતાવરણ સર્જાયુ હતુ.વાદળો છવાઇ જવાની સાથે વાદળો ગરજવા માંડ્યા હતા અને મોટા છાંટા પણ શરુ થઇ ગયા હતા.જો કે થોડી જ વારમાં સ્થિતિ પૂર્વવત થઇ ગઇ હતી.જો કે હવામાનમાં અંશતઃ શીતળતા છવાઇ ગઇ હતી.

રાજ્યમાં એક તરફ કોરોના ફરીથી વધી રહ્યો છે પરંતુ દાહોદ જિલ્લામાં સ્થિતિ નિયંત્રણમાં છે.છેલ્લા દોઢ બે માસથી કોરોના પોઝીટીવની સંખ્યા પાંચથી વધતી જ નથી અને તેને કારણે નાગરિકોમાંથી ભય જતો રહ્યો છે ઉપરાંત બેદરકારી પણ વધી ગઇ છે.તેવા સમયે જો વાતાવરણમાં વધારે ઠંડક થશે તો તે હાલના સમયમાં તે જનઆરોગ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: