વાડ જ ચીભડા ગળે: દાહોદના ફતેપુરામાં સરપંચ સાથે મળી ભુમાફિયાઓએ તળાવની પાળ પર મધરાતે ખોદકામ કરાતા ગ્રામજનોએ વિરોધ કર્યો, કલેક્ટરે તપાસના આદેશ કર્યાં
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- In Dahod’s Fatehpura, The Villagers Met The Sarpanch Who Were Digging On The Bank Of The Lake At Midnight. The Collector Ordered An Inquiry.
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- સરપંચ અને ભૂમાફિયાઓના મેળાપીપણામા દબાણો કરાતા હોવાના ગ્રામજનોના ગંભીર આક્ષેપ
દાહોદ જિલ્લાના ફતેપુરા સહિત તાલુકામાં ગેરકાયદે સરકારી જમીન સહિત અન્ય જમીનમાં ભુમાફિયાઓ તેમજ દબાણ કર્તાઓનો ત્રાસ દિનપ્રતિદિન વધવા માંડ્યો છે. સ્થાનીક વહીવટી તંત્રની રહેમ નજર હેઠળ ભુમાફિયાઓ બેફામ બનતાં સમગ્ર ફતેપુરા તાલુકાના ગ્રામજનોમાં રોષની લાગણી ભભુકી ઉઠી છે. ત્યારે ફતેપુરામાં રાત્રીના સમયે તળાવની પાળ પર ગેરકાયદે ખોદકામ થતાં આ અંગની જાણ સ્થાનીકો થતાં સ્થાનીકો તળાવ તરફ દોડી ગયાં હતાં. જ્યાં ગેરકાયદે ખોદકામ કરી રહેલા જેસીબી અને ટ્રેક્ટરવાળા ગ્રામજનોને જોઈ નાસી ગયાં હતાં. આ ઘટના બાદ ગ્રામજનો દ્વારા રાતોરાત આ અંગેની જાણ દાહોદ જિલ્લા કલેક્ટરને ફોન દ્વારા કરવામાં આવી હતી. આજરોજ ફતેપુરાના ગ્રામજનો દ્વારા આ અંગે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આવેદનપત્રમાં ફતેપુરા ગામમાં આવેલા તળાવ ભુમાફિયાઓ વિરૂધ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેમજ સરપંચ અને ભુમાફીયાઓના એકબીજાના મેળાપીપણામાં આ ગેરકાયદે કામકાજ થતું હોવાના આક્ષેપો સાથે સરપંચને તેની સત્તા પરથી દુર કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી છે. ફતેપુરા તળાવ પર ડી.વાય.એસ.પી. સહિતનો પોલીસ કાફલો પણ ખડકી દેવામાં આવ્યો છે.
ફતેપુરામાં સ્થાનીક વહીવટી તંત્ર તેમજ સરપંચની મદદથી ભુમાફીયાઓ બેફામ બની રહ્યાં હોવાનો આક્ષેપ ગ્રામજનો જ કરી રહ્યા છે. ભુતકાળમાં પણ ફતેપુરાના ગ્રામજનો દ્વારા કલેક્ટરથી લઈ ગાંધીનગર સુધી આ અંગે અનેક રજુઆતો કરવામાં આવી હતી પરંતુ આવા સ્થાનીક વહીવટી તંત્રના અધિકારીઓ, સરપંચ અને ભુમાફીયાઓ વિરૂધ્ધ આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતો ભુમાફીયાઓ બેફામ બની રહ્યાં છે. ત્યારે ગઈકાલના જ એક કિસ્સાથી સમગ્ર ફતેપુરા નગરવાસીઓમાં રોષની લાગણી ફેલાઈ છે.
જાણવા મળ્યાં અનુસાર, ગતરોજ મોડીરાત્રીના સમયે ફતેપુરા નગરમાં આવેલા તળાવની પાળ પર ગેરકાયદે ખોદકામ થઈ રહ્યું હતું. આ અંગેની જાણ ગ્રામજનોને થતાંની સાથે ગ્રામજનો મોટી સંખ્યામાં આ તળાવે દોડી ગયાં હતાં. ગ્રામજનોને આવતાં જોઈ ખોદકામ કરી રહેલા જે.સી.બી. મશીન અને ટ્રેક્ટરના ચાલકો ફરાર થઈ ગયાં હતાં. રાતોરાત ફતેપુરાના ગ્રામજનોના ફોન દાહોદ જિલ્લા કલેક્ટર પર રણકવા લાગ્યાં હતાં બીજી તરફ ગ્રામજનો દ્વારા સરપંચ પર હલ્લાબોલ કરતાં સરપંચ રડી પડ્યો હતો.
આજરોજ આ મામલે ફતેપુરાના ગ્રામજનો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી જણાવ્યું હતું કે, ફતેપુરા ગ્રામ પંચાયતની વિવિધ સરકારી જમીનમાં દબાણ કરવામાં આવેલું છે. છેલ્લા કેટલાંક સમયથી વારંવાર રજુઆત કરવા છતાં આજદિન સુધી ફતેપુરાના સરપંચએ આજદિન સુધીમાં કોઈ જમીન દબાણકર્તાઆની સામ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી. તમામ જમીનોમાં સરપંચની સહભાગી હોવાથી અને સરપંચ પણ મોટો બિલ્ડર હોવાથી સરપંચ પોતાની સત્તાનો ગેરઉપયોગ કરી રહ્યો છે. સરકારી જમીનો બારોબાર વેચી દેવામાં આવેલા હોવાના આક્ષેપો પણ ગ્રામજનો દ્વારા કરવામાં આવી રહ્યાં છે. ત્યારે સરપંચને સત્તામાંથી દુર કરવામાં આવે નહીં તો આવનાર દિવસોમાં ગાંધી ચિન્ધ્યા માર્ગ જવાની ગ્રામજનોએ ચીમકી પણ ઉચ્ચારી છે.
બીજી તરફ જાણવા મળ્યાં અનુસાર, એક્શનમાં આવેલા દાહોદ જિલ્લા કલેક્ટરે ફતેપુરાના સ્થાનીક વહીવટી તંત્રના અધિકારીઓને આડેહાથ લેતાં આજરોજ ફતેપુરાના મામલતદાર દ્વારા ફતેુરાના તાલુકા વિકાસ અધિકારીને આ સમગ્ર મામલાની તપાસ તાત્કાલિક કાર્યવાહી કરવા આદેશ કર્યા છે.
વધુમાં જમીનમાં ગત મધ્યરાત્રે પુનઃ દબાણકર્તાઓ તરફથી ખોદકામ કરવાનું ચાલુ કરવામાં આવતાં ગામલોકો તરફથી દાહોદ જિલ્લા કલેક્ટરને ફરિયાદ કરતાં મામલતદારે સ્થળ તપાસ કરતાં ખોદકામ તાજુ હોવાનું ધ્યાને આવતાં તાલુકા વિકાસ અધિકારીને આ અંગે અહેવાલ મોકલવા તેમજ તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવાનો આદેશ કરતાં ભુમાફીયાઓ સહિત ફતેપુરાના સ્થાનીક વહીવટી અધિકારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે ત્યારે આવનાર દિવસોમાં આ ફતેપુરાનો મામલો ક્યાં જઈને અટકશે તે જાવાનું રહ્યું છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed