વાંકોલમાં ટ્રકે અડફેટે લેતાં વાહનની રાહ જોતાં 1ને ઇજા
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- ટ્રકના ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી
ઝાલોદ તાલુકાના વાંકોલ ગામના કલસીંગભાઇ તાજસીંગભાઇ હઠીલા અને તેમનો ભાઇ રમસુભાઇ સવારના સાડા નવેક વાગ્યાના અરસામાં વાંકોલ બસ સ્ટેશન નજીક લીમડીથી ગોધરા જતાં રોડ ઉપર લીમડી બજાર જવાવાહનની રાહ જોઇને ઉભા હતા. ત્યારે સામેથી જીજે-20-એક્સ-4599 નંબરની ટ્રકના ચાલકે ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી રોડની સાઇડમાં ઉભેલા રમસુભાઇને અડફેટે લઇ ટ્રક મુકી ભાગ્યો હતો.
રમસુભાઇ રોડ ઉપર પટકાતા તેમને જમણા હાથે કોણી તથા જમણા પગના પંજાના ભાગે ઇજા થઇ હતી. અકસ્માત થતાં લોકો ભેગા થઇ ગયા હતા અને ઇજાગ્રસ્તને 108 દ્વારા દાહોદના ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા. અકસ્માત સંદર્ભે કલસીંગભાઇ હઠીલાએ લીમડી પોલીસ મથકે અજાણ્યા ટ્રક ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
0
Related News
દાહોદ જિલ્લામાં ભાજપના વાવાઝોડામાં કોંગ્રેસનો કચ્ચરઘાણ: 9 તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને દાહોદ પાલિકા પર કેસરિયાનો કબ્જો, કોંગ્રેસ વિપક્ષની ભુમિકા પણ ન ભજવી શકે તેવી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ6 કલાક પહેલાRead More
હુમલો: પીપોદરામાં ‘રસ્તો તમારા બાપનો છે’ કહીને 2 યુવકોને ઝાપટો મારી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલાRead More
Comments are Closed