વરસાદનું આગમન: દાહોદ જિલ્લામાં રવિવારે સૌથી વધુ બારિયા તાલુકામાં 12 મિમી વરસાદ

દાહોદ37 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • સિંગવડ- ફતેપુરામાં વરસાદ ના નોંધાયો

દાહોદ શહેર સહિત જિલ્લામાં રવિવારના દિવસે વરસાદનું આગમન જોવા મળ્યુ હતું. જોકે, કેટલાંક વિસ્તારોમાં ઝરમર તો કેટલાંક વિસ્તારોમાં હળવો વરસાદ થયો હતો. એક ઝાપટુ આવ્યા બાદ આકાશમાં ગોરંભાયેલા વાદળો ગાયબ થઇ જતાં દિવસ દરમિયાન સંખ્યાબંધ વખત તડકો જોવા મળ્યો હતો.

રવિવારે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકામાં 9 મીમી, ઝાલોદમાં 01 મીમી, દે.બારિયામાં 12 મીમી, ધાનપુરમાં 01 મીમી, લીમખેડામાં 02 મીમી, સંજેલીમાં 04 મીમી વરસાદ નોંધાયો હતો. ફતેપુરા અને સિંગવડ તાલુકામાં કેટલીક જગ્યાએ હળવા છાંટા પડ્યા હતા પરંતુ તેની નોંધ થઇ ન હતી. જિલ્લામાં ચોમાસાના આગમનના પગલે ખેડુતો જોતરાઇ ગયા છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: