વરણી: દાહોદ જિલ્લા ભાજપના વિવિધ મોરચાના હોદ્દેદારોની નિમણૂક કરાઇ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • પાલિકામાં પણ આ સપ્તાહે જે તે ચેરમેનશિપની જાહેરાતની સંભાવના

દાહોદ જિલ્લા ‌ભાજપના હોદ્દેદારો સહિત વિવિધ મોરચાના પ્રમુખ, મહામંત્રીઓના નામની જાહેરાત કરવામાં આવી છે.જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલિયારે તા.28 મે, શુક્રવારે કરેલી જાહેરાત મુજબ જિલ્લા ભાજપ ઉપપ્રમુખ તરીકે ભરતભાઈ પારગી (ફતેપુરા), પાર્વતીબેન ડાંગી (લીમખેડા), ચંદુભાઈ ગણાવા(ગરબાડા), રસીલાબેન બારીયા (ધાનપુર) અને બિરજુભાઈ ભગત (દાહોદ)ની વરણી થઇ છે તો જિલ્લા મહામંત્રી તરીકે કનૈયાલાલ કિશોરી (દાહોદ ગ્રામ્ય) અને જિલ્લા મંત્રી તરીકે ભરતસિંહ સોલંકી (દાહોદ ગ્રામ્ય) અને અનિલભાઈ અગ્રવાલ (દાહોદ) અને પંકજભાઈ અગ્રવાલ (ઝાલોદ શહેર)ની નિયુક્તિ જિલ્લા કોષાધ્યક્ષ તરીકે થવા પામી છે.

આ સાથે યુવા મોરચાના પ્રમુખ તરીકે મોહિતભાઈ ડામોર, મહામંત્રી તરીકે અલયભાઈ દરજી અને રાહુલભાઈ રાવત, મહિલા મોરચાના પ્રમુખ તરીકે મેઘાબેન પંચાલ, મહામંત્રી તરીકે મીરાબહેન પરમાર અને રીટાબેન નિનામા, એસ.ટી.મોરચાના પ્રમુખ તરીકે અમિતભાઇ મીનામા, મહામંત્રી તરીકે સામાભાઇ કટારા અને ભારતસિંહ કટારા, એસ.સી.મોરચાના પ્રમુખ તરીકે જીતેન્દ્રભાઈ શ્રીમાળી, મહામંત્રી તરીકે નાનાભાઈ વણકર અને વિજયભાઈ પીઠાયા, કિશાન મોરચાના પ્રમુખ તરીકે નવનીતભાઈ પટેલ

મહામંત્રી તરીકે સુરેન્દ્રસિંહ સોલંકી અને ભારતસિંહ પટેલ, બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે સરદારસિંહ પટેલ, મહામંત્રી તરીકે સુરસીંગ ચૌહાણ અને કચરુભાઈ પ્રજાપતિ અને લઘુમતિ મોરચાના પ્રમુખ તરીકે રજાકભાઈ પટેલ, મહામંત્રી તરીકે ડો નિઝામુદ્દીન કાઝી અને મારિયાબેન ભાટિયાની નિયુક્તિ જાહેર કરવામાં આવી છે. આ સાથે જ દાહોદ નગરપાલિકામાં આશેર ત્રણ મહિનાથી કોરોનાના કારણે વિલંબમાં મુકાયેલી વિવિધ સમિતિના ચેરમેનોની નિયુક્તિ પણ આગામી સપ્તાહે જાહેર થશે તેમ જાણવા મળ્યું છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: