વધુ એક બનાવ બર્બરતાનો: દેવગઢ બારિયામાં પતિએ પત્ની અને તેના પ્રમીનું અપહરણ કર્યું, માર મારી બન્નેના વાળ કાપી નાંખ્યા

દાહોદ5 કલાક પહેલા

  • કૉપી લિંક
  • મહિલાના ગર્ભમાં તેના પ્રેમીનું બાળક ઊછરી રહ્યું છે
  • પરિણીતાએ પતિ પર ખાધા ખોરાકીનો કેસ કર્યો હતો
  • કેસની મુદતમાં પરિણીતા હાજર ન રહેતાં પતિએ જુલમ ગુજાર્યો

દાહોદ જિલ્લામાં તાલિબાની સજા અને બર્બરતાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બે દિવસ પહેલાં જ જિલ્લાના ધાનપુરના ખજૂરીમાં એક પરિણીતા પ્રેમી સાથે ભાગી ગઇ હતી. તેને પ્રેમી સાથે પકડી લાવીને પરિણીતાના જાહેરમાં કપડાં ફાડી નાખવામાં આવ્યા હતા. પતિને પરિણીતાના ખભા પર બેસાડીને ગામમાં ફેરવવામાં આવી હતી, ત્યારે 12 જૂનના રોજ આવી જ એક ઘટના બની હતી. આ ઘટના દેવગઢ બારિયાના ઉચવાણમાં બની છે. ઉચવાણના યુવક સાથે કોયડાની પરિણીતા ભાગી ગઇ હતી. પતિ સહિત સાત જેટલા શખસોએ પરિણીતા અને તેના પ્રેમીનું અપહરણ કર્યું હતું. માર મારવામાં આવ્યો હતો અને બન્નેના વાળ કાપી નાખ્યા હતા. બનાવ અંગે ફરિયાદ નોંધાતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

તું કોર્ટમાં હાજર કેમ રહેતી નથી એ કહેવા પતિ પહોંચ્યો હતો
દેવગઢ બારિયા તાલુકાના કોયડા ગામે રહેતા મહેશભાઈ શનાભાઈ પટેલની પત્ની થોડા સમય પહેલાં ઉચવાણ ગામે રહેતાં દિલીપભાઈ તેરસિંગભાઈ પટેલ સાથે ભાગી ગઈ હતી. પત્નીએ પતિ સામે કોર્ટમાં ખાધા ખોરાકીનો કેસ કર્યો હોઈ એની સુનાવણી ચાલી રહી હતી, પરંતુ કોઈ કારણોસર તે સુનાવણીમાં નિયમિત હાજર રહેતી ન હતી. ખાધા ખોરાકીના કેસને લઇને પરિણીતાનો પતિ મહેશ પટેલ અન્ય 7 શખસો સાથે પહોંચ્યો હતો અને પરિણીતાને ગાળો કાઢી હતી. કોર્ટમાં મુદતો આવતી હોય ત્યારે તું કેમ હાજર રહેતી નથી એમ કહ્યું હતું.

માર મારી વાળ કાપી નાખ્યા
પરિણીતા સાથે બોલાચાલી કર્યા બાદ પતિ મહેશ અને અન્ય શખસોએ પરિણીતા સાથે બળજબરી કરી હતી અને પ્રેમી સાથે તેને ગાડીમાં બેસાડી અપહરણ કર્યું હતું. બાદમાં બન્નેને ગડદાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને ઇજા પહોંચાડાઈ હતી. એટલેથી જ પતિનો ગુસ્સો શાંત થયો ન હતો. તેણે મારી નાખવાની ધમકી આપી હતી અને બન્નેના માથાના વાળ પણ કાપી નાખ્યા હતા.

પરિણીતા ગર્ભવતી હોય ગોધરા સારવાર માટે ખસેડાઈ
બન્ને ઈજાગ્રસ્તને દેવગઢ બારિયા સરકારી દવાખાને લઈ જવામાં આવ્યાં હતાં, પરંતુ મનીષાબેન ગર્ભવતી હોવાથી તેને ગોધરા સરકારી દવાખાને રિફર કરવામાં આવી હતી. આ સંબંધે દિલીપભાઈના ભાઈ કમલેશભાઈ તેરસિંગભાઈ પટેલે દેવગઢ બારિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ધાનપુરના મહિલાને કપડાં ફાડી પતિના ખભે બેસાડી ફેરવી હતી
બે દિવસ પહેલાં પ્રેમી પાસે જતી રહેલી દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાની એક યુવતીને તાલિબાની સજા આપવાની ઘટના સામે આવતાં ખભળાટ મચી ગયો હતો. પતિને યુવતીના ખભે બેસાડ્યા બાદ ગામમાં વરઘોડો કાઢવા સાથે પતિ અને દિયર દ્વારા જ તેને ગામલોકો વચ્ચે જ નિર્વસ્ત્ર પણ કરી દેવાઇ હતી. આ અંગેના વીડિયો વાયરલ થયા બાદ પોલીસે તેની સાસરી પક્ષ સહિતના 19 લોકો સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: