વતન વાપસી: દાહોદ જિલ્લામાંથી મજૂરીએ ગયેલા શ્રમિકોએ હોળી મનાવવા વતન વાપસી કરી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક
- બસ અને રેલવે સ્ટેશન વિસ્તારમાં સવારથી ભીડ જામે છે
હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. જેથી આદિવાસી ભાઈ-બહેનો આ હોળીનો તહેવાર મનાવવા માદરે વતન દાહોદ ખાતે આવી રહ્યાં છે. ત્યારે દાહોદ શહેરના બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશન ખાતે છેલ્લા કેટલાક દિવસોથી ભીડ જોવા મળી રહી છે.
શ્રમિકો ખાનગી વાહનો મારફતે પોતાના ઘર સુધી પહોંચી રહ્યા છે
બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશન પર શ્રમિકો ઉતર્યા બાદ ખાનગી વાહનો મારફતે પોતાના ઘર સુધી પહોંચી રહ્યા છે. ત્યારે બીજી તરફ વધતાં કોરોના સંક્રમણના પ્રકોપએ ક્યાંકને ક્યાંક પહેલાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને ક્યાંક લોકડાઉન ફરી ન થઈ જાય તેવા ભય વચ્ચે આદિવાસી ભાઈ બહેનો તહેવાર પહેલા પોતાના માદરે વતન આવતા જોવા મળી રહ્યા છે. દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી એકા એક કોરોના સંક્રમણના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આરોગ્ય તંત્ર તેમજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે અનેક આકરા નિર્ણયો કરવામાં આવ્યા છે. અને હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન જિલ્લામાં ભરાતા મેળાઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દર રવિવારે વાણિજ્ય પ્રવૃત્તિઓ પણ બંધ રાખવાના આદેશો કરી દેવામાં આવ્યા છે. બીજી તરફ દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને તેમાંય આદિવાસીઓનો મોટામાં મોટો તહેવાર ગણાતો હોળીના તહેવારને હવે સપ્તાહ જેટલો સમય બાકી રહ્યો છે.
બસ તથા રેલવે સ્ટેશન ખાતે પરપ્રાંતિય મજૂરોની અવરજવર જોવા મળી
ત્યારે દાહોદ જિલ્લામાંથી અન્ય જિલ્લામાં મજુરી કામ અર્થે જતા આદિવાસી ભાઈ-બહેનો પરત માદરે વતન આવતા જોવા મળી રહ્યા છે. દાહોદ શહેરના બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશન ખાતે આ પરપ્રાંતિય મજૂરોની અવરજવર જોવા મળી રહી છે. ત્યાંથી ખાનગી વાહનો મારફતે પોતપોતાના ગામ તરફ જવા રવાના પણ થઈ રહ્યા છે. ત્યારે ગત વર્ષે એટલે કે, 2020 ના સમયગાળા દરમિયાન અચાનક લાદવામાં આવેલ લોકડાઉનના ભય વચ્ચે આ વખતે પણ વધતા કેસો તેમજ ગુજરાતના મહાનગરોમાં લાદવામાં આવેલ રાત્રી કર્ફ્યુના કારણે લોકડાઉન તો નહીં લાદી દેવામાં આવે ને? તેવા ભય સાથે દાહોદ જિલ્લાની આદિવાસી પ્રજા વહેલામાં વહેલી તકે પોતાના માદરે વતન આવી રહ્યા છે. પરંતુ ગઈકાલે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા રાજ્યમાં લોકડાઉન કે, દિવસનો કર્ફ્યુ નહીં આવે તેવી સ્પષ્ટતા કરતાં લોકોએ હાશકારો અનુભવ્યો છે. આમ, દાહોદ જિલ્લામાં આગામી હોળીના તહેવાર ટાણે જિલ્લાની પ્રજામાં અન્ય રાજ્ય અથવા જીલ્લામાંથી અવર જવર જોવા મળી રહી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed