વડોદરાથી બેઠેલા 9 મસાફરોનો આબાદ બચાવ : ક્લીનરનું મોત

મેઘનગર પાસે રાજધાની એક્સપ્રેસ અને ટ્રક વચ્ચે અકસ્માત ટ્રેનના 2 કોચ પાટા પરથી ખડી પડ્યા : ટ્રકના ફૂરચા ઊડી…

 • Dahod - વડોદરાથી બેઠેલા 9 મસાફરોનો આબાદ બચાવ : ક્લીનરનું મોત

  ત્રિવેન્દ્રમથી હજરત નિઝામુદ્દીન જતી વીકલી રાજધાની એક્સપ્રેસ ગુરુવારે સવારે 6:45 વાગે ` રતલામ ડિવિઝનના મેઘનગર પાસે પસાર થતી હતી. દરમિયાન એલસી ગેટનં- 61 (ઇ)નો બીમ તોડી ધસી આવેલી રેતી ભરેલી ટ્રક સાથે અંદાજે 100 કિ.મી. ઝડપે પસાર થતી રાજધાની ટ્રેન સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ટ્રેનના બે કોચ પાટા પરથી નીચે ઉતરી પડ્યા હતા. અકસ્માતને પગલે ટ્રકના ક્લીનરનું ઘટના સ્થળે મોત થયું હતું. ટ્રેનના એક પણ મુસાફરને ઇજા થઇ નહોતી. વડોદરાથી બેઠેલા 9 મુસાફરો પૈકી ત્રણ મુસાફરો ડિરેલમેન્ટ થયેલા કોચમાં હતા. બનાવને પગલે પશ્ચિમ રેલવેના જી.એમ. વડોદરા દોડી આવ્યા હતા.

  મેઘનગર-થાંદલા પાસે પસાર થતી રાજધાની એકસપ્રેસમાં ઓટોમેટિક ફાટકનો બીમ તોડી એક ગુજરાતના સુરત પાસિંગની ટ્રક નં. જી.જે. 05-બી.ટી. 7236 પુર ઝડપે ધસી આવતાં અકસ્માત સર્જાયો હતો. ટ્રક એન્જિનથી 11માં કોચ સાથે અથડાયો હતો. અકસ્માત બાદ ટ્રેન આગળ દોડતી રહી હતી. જ્યારે ટ્રેનના થર્ડ એ.સી.ના કોચનં. બી-7 અને બી-8 પાટા પરથી ઉતરી પડ્યા હતા. અકસ્માતમાં ટ્રકના કેબિનના ફુરચા ઉડી ગયા હતા. કેબિનમાં હયાત ટ્રકના ક્લીનરનું ઘટના સ્થળે મોત થયું હતું.રેલવેના ઉચ્ચ અધિકારીઓએ પાંચ જુનિયર અધિકારીની ટીમને તપાસના આદેશ આપ્યા હતા. ડિરેલમેન્ટ થયેલા કોચ બી-7માંથી 57 અને બી-8માંથી 24 મુસાફરોને અન્ય કોચમાં શિફ્ટ કર્યા હતા. અંદાજે 1:00 વાગે રાજધાની એકસપ્રેસને રવાના કરાઇ હતી. જમ્મુતાવી અને ફિરોજપુર એક્સપ્રેસ ત્રણ કલાક મોડી રહી હતી.

  મેઘ નગર પાસે રાજધાની એકસપ્રેસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

  વડોદરાથી ત્રણ મુસાફરો બી-7માં બેઠા હતા

  નુરાની મલીક (ઉ.વ. 46) સુહાની ઐયર (ઉ.વ. 18) આર.જે. પ્રજાપતિ(ઉ.વ. 35) અન્ય 6 મુસાફરો ભાવેશ કુમાર, ભરત કુમાર, ભરત કુમાર, મનોજ, સુશ્મા અને મોહન થર્ડ એસીના અન્ય કોચમાં હતા.

  દશેરાએ માતાજીએ રક્ષણ કર્યું

  રેલવે દ્વારા અકસ્માત નિવારણ માટે સઘન પ્રયાસ થઇ રહ્યા છે. બહારનાં પરિબળ જેવાં કે કેટલ રન અને ટ્રેક જેવાં વાહનો ધસી આવવા અંગે અમારો કંટ્રોલ નથી. જોકે આજે દશેરા છે અને માતાજીએ રક્ષણ કર્યું હોય તેમ લાગે છે. એક પણ મુસાફરને ઇજા નથી. એ.કે. ગુપ્તા. , જી.એમ.વેસ્ટર્ન રેલવે

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: