વડબારામાં ભજિયાં સારા નહીં બન્યાનો ઠપકો આપતાં પત્નીએ પતિને રહેંસી નાખ્યો

  • દાતરડા અને પથ્થર વડે માથામાં હુમલો કર્યો હતો
  • 15 વર્ષના લગ્નજીવનમાં ત્રણ બાળકો પણ છે
  • પરોઢે 4 વાગ્યે ઘટનાની જાણ થતાં ખળભળાટ

દિવ્ય ભાસ્કર

Jul 31, 2020, 04:00 AM IST

દાહોદ. વડબારા ગામે ભજીયા સારા બન્યા ન હોવાનો પતિએ ઠપકો આપ્યો હોવાનું માઠુ લગાડીને પત્નીએ દાંતરડા અને પથ્થર વડે માથામાં હુમલો કરીને પથારીમાં જ તેનું ઢીમ ઢાળી દેતાં ખળભળાટ મચ્યો હતો. વડગારાના મિનામા ફળિયામાં રહેતાં 35 વર્ષિય ભાદુભાઇ મિનામાના લગ્ન 15 વર્ષ પહેલાં રમીલાબેન સાથે થયા હતાં. સુખી દાંપત્યના પરિપાકરૂપે વસ્તારમાં 3 બાળકો પણ છે. 30મીની રાત્રે જાગરણ હોવાથી રમીલા સાંજે જમવા સાથે ભજીયા પણ બનાવ્યા હતાં. ત્યારે જમતી વખતે ભાદુભાઇએ તેં કેવા ભજીયા બનાવ્યા છે કહી ઠપકો આપતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી.

કોરોનાનો રિપોર્ટ કરાવાની તજવીજ હાથ ધરવામાં આવી
આનું રમીલાને એટલુ માઠુ લાગ્યુ હતુ કે, ભાદુભાઇ ઉંઘવા પડતાં તક જોઇને તેના માથે કાનના પાછળના ભાગે અને આંખની નીચે પથ્થર અને દાંતરડુ મારીને ગંભીર ઇજા કરી હતી. જેથી ભાદુભાઇનું પથારીમાં જ મરણ થયું હતું. કૃત્ય આચર્યા બાદ માથા સુધી ચાદર ઓઢાઢીને રમીલા ફરાર થઇ હતી. પરોઢે બધા દશામાની મૂર્તિનું વિસર્જન કરવા જતાં હતાં ત્યારે ભાદુભાઇ જોવા ન મળતાં પરોઢે 4 વાગ્યે મિત્ર ઘરે ધસી ગયો હતો. પરસાળમાં ઉઘતા ભાદુભાઇ ન ઉઠતા ચાદર ખસેડતાં લોહીલુહાણ મળ્યા હતા. પિતાની ફરિયાદના આધારે કતવારા પોલીસે હત્યા સબંધિ ગુનો દાખલ કર્યો છે. રમીલાને રાઉન્ડઅપ કરી કોરોનાનો રિપોર્ટ કરાવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


Related News

Comments are Closed

%d bloggers like this: