વડબારામાં કાર પંક્ચર થતાં પોલીસની સતર્કતાથી લૂંટ થતી બચી

PSI સહિત છ પોલીસની ટીમને રોકડ પુરસ્કાર અપાયો પોલીસે પંક્ચર બનાવડાવી આપી પરિવારને પ્રોટેક્ટ કર્યો

  • Dahod - latest dahod news 022204

    દાહોદના પોલીસકર્મીઓ ઇન્દોર નેશનલ હાઇવે ઉપર રાતના સમયે પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન રાત્રિના 12.15 વાગ્યાના સુમારે વડબારાથી ખંગેલા ગામ વચ્ચે હાઇવે રોડ ઉપરથી પસાર થતી વખતે એક લાલ કલરની ઇન્ડીકા કાર ઉભેલી જોવા મળી હતી. કતવારા પીએસઆઇ એસ.બી.ઝાલાએ જીજે-06-ડીબી-4748 પાસે જઇ તપાસ કરતાં કાલોલના વ્રશાંગ હિતેશભાઇ પંડ્યા સાથે તેમના માતા સીમાબેન અને બહેન મૈત્રીબેન હતાં.

    તેઓ ઉજ્જૈનથી કાલોલ તરફ જતા વખતે કાર પંક્ચર પડી હતી. તેમની કારમાં સ્પેરવ્હીલ પણ અગાઉથી પંચર થયેલ હતું. આ જગ્યાએથી બંને તરફ પાંચ કિ.મી. સુધી કોઇ પંચર બનાવવાની સગવડ પણ ઉપલબ્ધ નહી હોઇ તેઓ નિ:સહાય હાલતમાં હોઇ અને જગ્યા ધાડ લૂટના ગુના બનવાની સંભાવનાવાળી જગ્યા હોઇ ઝાલાએ પરિસ્થિતિ પારખી હથિયારધારી પોલીસ તથા સરકારી વાહન તેઓની સુરક્ષા માટે તૈનાત કર્યુ હતું. આ સાથે કારનું પંચરવાળુ વ્હીલ કાઢવામાં મદદ કરી હાઇવે પેટ્રોલીંગમાં રહેલ મહિલા મોબાઇલને સ્થળ ઉપર બોલાવી તેમા ઉપરોક્ત પંચરવાળુ વ્હીલ પોલીસ સહાયતા કેન્દ્ર ઉપર મોકલી પંચર કરાવી મંગાવ્યું હતું.. આ કામગીરીમાં તેઓની સાથે સે.પો.સ.ઇ. વી.ડી.ખાંટ, હેડ કોન્સ અમૃતસિંહ, ડ્રા. પો.કો. કૃષ્ણકુમાર, હોમગાર્ડ સભ્ય કપીલભાઇ તથા મહિલા મોબાઇલમાં પેટ્રોલીંગમાં રહેલ કર્મચારીઓએ મદદ કરી હતી. આ કામગીરી બદલ કતવારા પોલીસ ટીમના સિની. પો.સ.ઇ. તથા સેકન્ડ પો.સ.ઇ.નાઓને રોકડ રૂપિયા 2000ના પુરસ્કારથી તથા છ પોલીસ કર્મચારી, હોમગાર્ડ, જી.આર.ડી. સહિત દરેકને રોકડ રૂ.1000 ના પુસ્કારથી સન્માનીત કરી જીલ્લા પોલીસ વડા હિતેશ જોયસરે તમામ પોલીસને પ્રજાભિમુખ કામગીરી કરવા ઉત્સાહ વધાર્યો હતો.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: