લોકાર્પણ: ગુજરાત પોલીસના 10 હજાર જવાનોને બોડીવોર્ન કેમેરાથી સજ્જ કરાશે :ગૃહમંત્રી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદ જિલ્લાની બે દિવસની મુલાકાતના પ્રથમ દિવસે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ  નવ નિર્મિત ટાઉન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ

  • દાહોદ શહેરના પોલીસ મથકનું લોકાર્પણ કરવામાં આવ્યું

દાહોદ જિલ્લાની બે દિવસની મુલાકાતના પ્રથમ દિવસે ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ સરસ્વતિ સર્કલ પાસે રૂ. ૧૬૧.૦૯ લાખના ખર્ચથી નવ નિર્મિત ટાઉન પોલીસ સ્ટેશનનું લોકાર્પણ અને દાહોદ રૂરલ પોલીસના જવાનો માટે રૂ. ૩૦૫૮.૧૩ લાખના ખર્ચથી બનનારા સ્ટાફ ક્વાર્ટરનું ખાતમુહૂર્ત કર્યું હતું. તેમણે આ પ્રસંગે કહ્યું કે, ટેક્નોલોજીના સમન્વયથી પોલીસ ગુનાખોરીને ડામવા માટે આગેકદમ કરી રહી છે. આગામી દિવસોમાં પૂરવાનું સક્ષમ દસ્તાવેજીકરણ કરવા ૧૦ હજાર જવાનોને બોડીવોર્ન કેમેરા આપવામાં આવશે. વિદેશમાં જે રીતે પોલીસ પોતાના ગણવેશ ઉપર નાના કેમેરા પહેરીને કામ કરે છે, એ રીતે નજીકના ભવિષ્યમાં ગુજરાત પોલીસ પણ કામ કરતી થશે.

દાહોદ રૂરલ પોલીસના જવાનો માટે સ્ટાફ ક્વાર્ટરનું ખાતમુહૂર્ત કર્યું હતું.

દાહોદ રૂરલ પોલીસના જવાનો માટે સ્ટાફ ક્વાર્ટરનું ખાતમુહૂર્ત કર્યું હતું.

અહીંના સ્વામિ વિવેકાનંદ સભાગૃહમાં યોજાયેલી એક નાની સભામાં જાડેજાએ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિની માહિતી આપતા કહ્યું કે, વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે પોલીસ તંત્રના આધુનિકીકરણ માટે ત્રિસ્તરીય નીતિ અપનાવી હતી. તેમણે ગુનામાં મળેલા પૂરાવાનું વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ થાય તે માટે ફોરેન્સિક લેબને મજબૂત બનાવી અને ગુજરાતમાં શ્રેષ્ઠતમ ફોરેન્સીક લેબ બનાવી. એ જ રીતે પોલીસ તંત્રની કુશળ માનવ સંસધાન મળી રહે તે માટે રક્ષાશક્તિ યુનિવર્સિટીની સ્થાપના કરી હતી.

એ જ રીતે ગુનેગારોનું કન્વિક્શન થાય એ માટે સારા કાયદા નિષ્ણાંતો મળી રહે તે હેતુંથી લો યુનિવર્સિટી પણ બનાવી છે. ભૂતકાળનો ચિતાર આપતા જાડેજાએ ઉમેર્યું કે, કેટલાક દાયકાઓ પૂર્વે પોલીસ તંત્ર પાસે કેવી ભૌતિક સુવિધા હતી, તેનો આપણને સૌને ખ્યાલ જ છે. પોલીસ સ્ટેશનની ઇમારતો નળિયા કે પતરાવાળી હતી. અરજદારોને બેસાડવાની જગ્યા પોલીસ સ્ટેશનમાં નહોતી. તેની સામે હવે પોલીસ તંત્રને વધુમાં વધુ સુવિધા આપવામાં આવી રહી છે. પહેલા પોલીસ કોન્સ્ટેબલને માત્ર એક રૂમ અને રસોડાની સુવિધાવાળું આવાસ મળતું હતું. તેની સામે હવે બે રૂમ અને રસોડાવાળા આવાસ રહેવા માટે આપવામાં આવે છે.

છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના પોલીસ દળમાં પચાસ હજાર લોક રક્ષક જવાનોની ભરતી કરવામાં આવી છે, તેમ કહેતા પ્રદીપસિંહ જાડેજાએ ઉમેર્યું કે પોલીસને માનવ સંસાધન પૂરૂ પાડવા સાથે આધુનિક પણ બનાવવામાં આવી છે. ઇ-ગુજકોપ જેવી એપ્લિકેશનથી ગુનેગારો વિશે તુરંત માહિતી મેળવવામાં સરળતા થઇ છે. પોલીસને મોબાઇલ થકી પોકેટ કોપની સુવિધા આપવામાં આવી છે. ગુજરાત પોલીસ માત્ર સ્માર્ટ જ નહીં, પણ શાર્પ બને એવું અમારૂ ધ્યેય છે.






Related News

Comments are Closed

%d bloggers like this: