લોકમાંગ: અધકચરાં લોકડાઉનથી વેપારીઓ અકળાયાં નવી ગાઈડલાઈનમાં છૂટ મળશે તેવી આશા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • વેપારીઓને સરખી છૂટ અપાય અથવા સંપૂર્ણ લોકડાઉન અમલી બને તેવી માગ
  • છૂટ નહીં મળે તો સવિનય કાનૂન ભંગ કરી સામૂહિક રીતે દુકાનો ખોલવાની ચર્ચા

દાહોદમાં કોરોનાની ગાઈડલાઈન મુજબ લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે તા.18 મે થી જાહેર થનાર નવી ગાઈડલાઈન અન્ય વ્યવસાયોમાં પણ છૂટછાટો અપાય તેવી લોકમાંગ ઉઠી છે.દાહોદ જિલ્લામાં અમુક તાલુકાઓ ખાતે લોકડાઉનની કોઈ અસર વર્તાતી નહીં હોવાની ફરિયાદો ‌સાથે ગણતરીના તાલુકાઓમાં જ તંત્રના ચેકીંગ વચ્ચે આંશિક લોકડાઉનની આંશિક અસર જ જોવા મળે છે. માત્ર દાહોદ શહેરની જ વાત કરીએ તો કરિયાણા, બેકરી, શાકભાજી, ફળફળાદી જેવા વ્યવસાય ખુલ્લા રાખવાની છૂટને લીધે બજારોમાં ભરચક ભીડ નોંધાય છે.

આવા‌ સમયે કાપડ, રેડીમેઈડ વસ્ત્રો, પગરખાં, વાસણ, સ્ટેશનરી, સોનાચાંદી, ખાણીપીણી સહિતના વ્યવસાયીઓ લાંબા સમયથી નવરાધૂપ બન્યા છે.ઘરખર્ચથી લઈ અન્ય ખર્ચા યથાવત્ છે ત્યારે તમામ વેપારીઓને કાં તો સરખી છૂટ અપાય અથવા બધા માટે સમાન રીતે સંપૂર્ણ લોકડાઉન અમલી બને તેવી ચર્ચાનો ગણગણાટ ઉઠવા પામ્યો છે. રાજ્ય સરકારના નવા જાહેરનામા બાદ દાહોદના કલેક્ટર પણ જિલ્લાવાસીઓની લાગણીને ધ્યાનમાં રાખીને યોગ્ય જાહેરાત કરે તે આર્થિક રીતે તૂટી રહેલા વેપારીઓ માટે હિતાવહ છે.

ઉલ્લેખનીય છે કે તા.18 મે થી યોગ્ય ગાઈડલાઈન જાહેર નહીં થાય તો દાહોદના અમુક વેપારી મંડળો દ્વારા અમદાવાદ- વડોદરાના વેપારી મંડળોની માફક સવિનય કાનૂન ભંગ કરી દુકાનો સામુહિક ધોરણે ખોલી દેશે તેવી વાત પણ વહેતી થઈ છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: