લોકડાઉન: ફતેપુરા તાલુકાના બલૈયામા ગ્રામજનોએ સ્વેચ્છાએ લોકડાઉનનો નિર્ણય લીધો, ભંગ કરનારને હજાર રૂપિયાનો દંડ કરાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ25 મિનિટ પહેલા

  • કૉપી લિંક
5થી વધુ કોરોનાના કેસ આવતાં ગામમા લોકડાઉનનો નિર્ણય સર્વાનુમતે લેવાયો - Divya Bhaskar

5થી વધુ કોરોનાના કેસ આવતાં ગામમા લોકડાઉનનો નિર્ણય સર્વાનુમતે લેવાયો

  • 03થી 08 એપ્રિલ સુધી વેપાર ધંધા સવારે 7થી 10 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે

દાહોદ જિલ્લામા કોરોના કેસ વધી રહ્યા છે. ગામડાંઓમા પણ કોરોના ફેલાઈ રહ્યો છે. તેને કારણે ફતેપુરા તાલુકાના બલૈયા ગામમા આવતીકાલથી 08 એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કરવામા આવ્યુ છે.

કોરોનાની બીજી લહેરમા દાહોદ જિલ્લામા શહેરી સાથે ગ્રામ્ય વિસ્તારોમા પણ સંક્રમણ વધી રહ્યુ છે. બીજી તરફ ગામડાંઓમાં લગ્નસરાની મોસમ પૂર બહારમાં ખીલી છે. જેમા કોરોનાના કોઈ નિયમોનુસાર પાલન કરાતુ નથી. તેવી જ રીતે ફતેપુરા તાલુકાના બલૈયા નાનકડા ગામમા પણ 15થી વધુ કોરોનાના દર્દીઓ નોંધાઈ ચૂક્યા છે. જેથી ગામલોકોએ એક મહત્વની બેઠક આજે બોલાવી હતી.

આ બેઠકમા ગામમા લોકડાઉનનો નિર્ણય સર્વાનુમતે લેવાયો હતો. જેમા તારીખ 03 થી 08 એપ્રિલ સુધી વેપાર ધંધા સવારે 7થી 10 વાગ્યા જ ચાલુ રખાશે. ત્યારબાદ ગામમા માત્ર આવશ્યક સેવા જ ચાલુ રહેશે. આ લોકડાઉનનો કોઈ ભંગ કરશે તો ગ્રામ પંચાયત એક હજાર રૂપિયાનો દંડ વસુલ કરશે. ગામના રહેવાસી અને તાલુકા પંચાયતના સભ્ય શીતલબેન ભરતભાઈ ડીડોરે જણાવ્યુ કે, 03થી 08 તારીખ સુધી લોકડાઉનનો નિર્ણય ગામમા લેવામા આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: