લોકજાગૃતિ: દાહોદમાં રસીકરણ બાબતે લોકોને જાગૃત કરવા મહિલા કાઉન્સિલરનો સરાહનીય પ્રયાસ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ4 કલાક પહેલા

  • કૉપી લિંક
  • ઓટો રિક્ષામાં માઈક સાથે ફરી લોકોને કરી રહ્યા છે જાગૃત

દાહોદમાં કોરોનાને કારણે હાહાકાર ફેલાયેલો છે ત્યારે ઠેર ઠેર રસીકરણના કેમ્પ યોજાઇ રહ્યા છે.આવો જ એક કેમ્પ 14 એપ્રિલે વોર્ડ નં 7માં યોજાનાર છે.જેની જાહેરાત કરવા અહીંના પાલિકાના સદસ્ય જાતે ઓટો રિક્શામાં નીકળતાં સ્વાભાવિક રીતે જ સ્થાનિકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

દાહોદ દિલ્લામાં કોરોનાના જેટલા દર્દી નોંધાયા છે તેમાં જિલ્લા મથક દાહોદ મોખરે છે.કારણ કે કોવિડની પ્રથમ લહેરથી જ શહેરમાં ઢગલાબંધ દર્દીઓ નોંધાતા આવ્યા છે.હાલમાં કોરોનાને કાબુમાં કરવા માટે તંત્ર તન તોડ મહેનત કરી રહ્યુ છે.તેના ભાગ રુપે કોરોનાનું ટેસ્ટીંગ વધારવામાં આવ્યુ છે તેમજ રસીકરણ પણ નોંધપાત્ર સંખ્યામાં થઇ રહ્યુ છે.

શહેરમાં વિવિધ રાજકીય પક્ષો અને સંગઠનો તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્રારા આરોગ્ય વિભાગના સહયોગથી રસીકરણના કેમ્પ યોજાઇ રહ્યા છે.હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી હાકલ પ્રમાણે તારીખ 11 થી 14 એપ્રિલ સુધી રસીકરણ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે.જેથી રસીકરણના કેમ્પ ત્રણ દિવસથી યોજાઇ રહ્યા છે. આવો જ એક કેમ્પ પાલિકાના વોર્ડ નં 7માં 14 એપ્રિલના રોજ યોજાનાર છે.આ કેમ્પનો લાભ સ્થાનિકો મોટી સંખ્યામાં લઇને રસી મુકાવે તેની બહોલી પ્રસિદ્ધિ કરવા માટે સ્થાનિક પાલિકા સદસ્ય શ્રધ્ધા ભડંગ જાતે જ મેદાનમાં આવી ગયા છે.તેઓ પોતે જ ઓટો રિક્શામાં માઇક લઇને કેમ્પની જાહેરાત કરવા નીકલી પડ્યા હતા અને રસીકરણ કેમ કરાવી લેવુ જોઇએ તેની સમજ આપતા હતા.

કોરોનાના નિયમોના પાલન સાથે અક ઓટો માં માત્ર ત્રણ વ્યક્તિ અને માસ્ક તેમજ શીલ્ડ સાથે તેમણે જાહેરાત કરતા લોકોએ તેમના સ્વર્ગીય પિતા અને માજી નગર પ્રમુખ નલીનકાન્ત મોઢિયાને સંભાર્યા હતા.કારણ કે તેમની પણ કામ કરવાની શૈલી જુદી જ હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: