લીમડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા દાહોદ LCB અને SOG ની ટીમે ગણતરીના દિવસોમાં જ ગેંગ રેપ અને મર્ડરનો ભેદ ઉકેલી નાખતા જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો છે

 
 
THIS EXCLUSIEVE NEWS IS SPONSORED BY : RAHUL MOTORS – દાહોદ જિલ્લાના લીમડી નજીક દેપાડા ગામે લગ્નમાં આવેલ એક ૯ વર્ષની સગીરા સાથે ત્રણ હવસખોરોએ ગેંગરેપ કરી કૂવામાં નાખી દીધી અને તેની સાથે અન્ય સગીરાને બળાત્કાર ગુજારી મોઢું બંધ રાખવાની ધમકી આપી છોડી મૂકી. આ બાબતે લીમડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા દાહોદ LCB અને SOG ની ટીમે ગણતરીના દિવસોમાં જ આ ગેંગરેપ અને મર્ડરનો ભેદ ઉકેલી નાખતા જિલ્લામાં હાહાકાર મચી જવા પામ્યો છે.
– દાહોદ જિલ્લાના લીમડી નજીક દેપાડા ગામે પોતાન પિતા સાથે સગાને ત્યાં લગ્નમાં આવેલી એક સગીરા રાત્રે પોતાના સગાને ત્યાંજ લગ્નમાં રોકાઈ હતી અને પોતાના પિતા પોતાના ગામ ગરાડું પરત જતા રહ્યા હતા અને દીકરીને ત્યાંજ મૂકી ગયા હતા. રાત્રીના સમય બંને સગીરા સોનમ અને સાંજની (નામ બદલ્યા છે) પેશાબ કરવાં માટે ગયા ત્યાંથી તેમને રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ગાંગડતલાઈના વિડિયોગ્રાફર કલ્પેશ કટારા, સુનિલ ગરાસિયા રહે. ગરાડું ઝાલોદ અને મેહુલ અમલિયાર આ ત્રણે યુવકો આ બંને સગીરાને એક ૯ વર્ષ અને બીજી ૧૬ વર્ષ ૧૦ મહિનાને ઘસેડી અને લગ્ન ઘરથી ૩૦૦ મિટર દૂર લઇ ગયા અને ત્યાં ૯ વર્ષની સગીરા પર ત્રણે નરાધમોએ બળાત્કાર ગુજાર્યો અને તે બેભાન થઇ જતા આ ત્રણે ઘભરાયા અને તેને મૃત માની બાજુના કુવામાં નાખી દીધી અને અન્ય ૧૬ વર્ષની સગીરા સાથે બાંસવાડા જિલ્લાના ગાંગડતળાઈના કલ્પેશ કટારાએ તેની સાથે એકલામાં બળાત્કાર કરી અને મોઢું બંધ રાખવા માટે ધમકી આપી કહ્યું કે જો તું આ વાત કોઈને કહીશ તો તને પણ  મારી નાખીશું.
– આ બાબતે બીજે દિવસે સવારે કુવામા અર્ધ નગ્ન અવસ્થામાં બાળકીની લાશ જોવાતા બાળકીના પિતાએ લીમડી પોલીસ માં ફરીયાદ નોંધાવી હતી અને આ બાબતે દાહોદ જિલ્લા LCB PSI જાદવ ને SOG PSI પંચાલની ટીમે તેમજ નાયબ પોલીસ અધિક્ષક ઝાલોદ એ.બી.ડામોર અને જિલ્લા પોલીસ વડા પ્રેમ વીર સિંહની સૂચના મળે થી પૂછપરછો કરી તપાસ કરતા વિડિઓ ગ્રાફર ક્રોશ એકઝામીનેશનમાં તૂટી જતા હકીકત કબુલ કરી લીધી હતી અને તેઓએ કઈ રીતે આ આખી ઘટનાને અંજામ આપ્યો હતો તે પોલીસને જણાવતા પોલીસે ત્રણે આરોપીયો વિરુદ્ધ પોક્સો એક્ટ મુજબ બે અલગ અલગ બળાત્કારની ફરિયાદ નોંધી હતી જેમાં એક ગેંગ રપે વિથ મર્ડરની ફરિયાદ નોંધી આરોપીઓની અટક કરી જેલ ભેગા કર્યા હતા.


Related News

Comments are Closed

%d bloggers like this: