લીમખેડા તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ

દિવ્ય ભાસ્કર

Aug 06, 2020, 04:00 AM IST

દાહોદ. દાહોદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં બુધવારે સવારથી જ શ્રાવણના સરવરીયા જેવો ઝરમર વરસાદ આરંભાયો હતો. દાહોદમાં મંગળવારે રાતના સમયે ઝરમર વરસાદ થયો હતો ત્યારે લોકોને આશા બંધાઈ હતી કે લાંબા સમયથી રોકાયેલો વરસાદ હવે ફરી આરંભાતા મોટો વરસાદ થશે અને સુકાતી ખેતીને જીવતદાન મળશે. બાદમાં તા.5.8.’20 ને બુધવારે સવારથી જ કાળુંડિબાંગ આભ થઈ જવા પામ્યું હતું અને દાહોદ હમણાં જળબંબાકાર થઈ જશે તેવું વાતાવરણ સર્જાતા લોકોમાં ખુશી વ્યાપી જવા પામી હતી અને ત્યારબાદ સવારે અને બાદમાં બપોરે એમ બે વખત ઝરમર ઝાપટાં વરસ્યા હતા. આમ, ફરી એકવાર ધાર્યા મુજબનો મોટો વરસાદ નહીં થતા દાહોદ ખેડૂતો નિરાશ થઈ જવા પામ્યા હતા. તા.5.8.’20 ના રોજ સવારે 8 થી સાંજે 6 દરમ્યાન જિલ્લામાં ભલે ઓછે અંશે પરંતુ, સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: