લીમખેડા અને સાગટાળા પોલીસે 78 હજાર ઉપરાંતનો દારૂ ઝડપ્યો
- પાલ્લી-ચીલાકોટામાં 23880ના મુદ્દામાલ સાથે 2 બહેનો સહિત 4ની ધરપકડ
દિવ્ય ભાસ્કર
Aug 10, 2020, 04:00 AM IST
દાહોદ. લીમખેડા પોલીસ મથકનો સ્ટાફ બીટ વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે દાતીયા તરફથી આવતી જીજે-20-એએલ-5619 નંબરની બાઇકના ચાલક ગરબાડા તાલુકાના ઝરીખરેલીના રાકેશ નાગદાસ ગણાવાને રોકી બાઇક ઉપર લાદેલા થેલાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂના કાચના તથા પ્લાસ્ટીકના ક્વાટર કુલ 96 નંગ જેની કિંમત 8880ના મળી આવ્યા હતા. દારૂ સહિત 15,000 કિંમતની બાઇક મળી કુલ 23,880 રૂપિયાના મુદ્દામાલ સાથે રાકેશ ગણાવાની ધરપકડ કરી હતી.
તેમજ પાલ્લી રેલવે ફાટક પાસે બે બહેનો મીણીયા થેલામાં વિદે્શી દારૂ ભરી બસની રાહ જોઇ ઉભી હોવાની બાતમી મળતાં લીમખેડા પોલીસના મહિલા પોલીસ સહિત સ્ટાફે બાતમી વાળી જગ્યાએ જઇ રોડની બાજુમાં ઉભેલી દાભડા ગામની સુકલીબેન છગનભાઇ ડામોર, ખડદા ગામની વનીતાબેન નરેશભાઇ ડામોરને ઝડપી પાડી હતી. થેલાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની પ્લાસ્ટીકની બોટલો નંગ 84 જેની કિંમત 8820ની મળી આવી હતી. દેવગઢ બારિયા તાલુકાના ફુલપુરા ગામે પોલીસની ગાડી જોઇ હેરાફેરી કરતા દારૂ ભરેલી જીપ મુકી ડ્રાઇવર ભાગી ગયો હતો. પોલીસે જીપમાં તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ નંગ 13 જેમાં કુલ 456 બોટલો જેની કિંમત 56,760ની મળી આવી હતી. દારૂ તથા 2,00,000 કિંમતની જીપ મળી કુલ 2,56,760નો મુદ્દામાલ જપ્ત કરી સાગટાળા પોલીસે ભાગી ગયેલા ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed