લીમખેડામાં 50 અને દાહોદમાં 38 મિમી વરસાદ, ગુરુવારે સવારથી જ વરસાદના મોટા બે ઝાપટાં

  • જિલ્લામાં ગુરુવારે સવારથી જ વરસાદના મોટા બે ઝાપટાં સાથે દાહોદ શહેરમાં કુલ મળીને 35 મિમી વરસાદ વરસ્યો

દિવ્ય ભાસ્કર

Aug 07, 2020, 04:00 AM IST

દાહોદ. દાહોદ જિલ્લામાં ગુરુવારે સવારથી જ વરસાદના મોટા બે ઝાપટાં સાથે દાહોદ શહેરમાં કુલ મળીને 35 મીમી વરસાદ વરસ્યો હતો. બુધવારે ઝરમાર વરસાદ બાદ ગુરુવારે પરોઢિયે આશરે 4.30 વાગ્યાના સમયે દાહોદમાં મોટું ઝાપટું વરસ્યું હતું તો બાદમાં બપોરે 12 વાગ્યાથી લગભગ એક કલાક સુધી ફરી સારી માત્રામાં વરસાદ વરસ્યો હતો.

જેને લઈને સુકાતી ખેતીને જીવતદાન મળવાની આશાઓ બંધાઈ હતી. તા.6.8.’20 ના રોજ સવારે 8 થી સાંજે 6 દરમ્યાન જિલ્લામાં ભલે ઓછે અંશે પરંતુ, સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. મોટા વરસાદના લીધે દાહોદના નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો સાથે તંત્રને વહેલી સવારે દોડધામ વધી હતી. જો કે બાદમાં વરસાદ થંભી જતા પાણી ઓસરતા લોકોએ હાશકારો લીધો હતો. આ વર્ષે લાંબા વિરામ બાદ બે દિવસથી દાહોદમાં ફરીથી ચોમાસું વાતાવરણ સર્જાતા કોરોનાના ભય વચ્ચે લોકોમાં આનંદની હેલી જોવા મળી હતી.

સોથી વધુ લીમખેડા, સૌથી ઓછો સંજેલી
તા.6 ઓગષ્ટે સવારે 6 થી સાંજે 4 સુધીમાં દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાં ઓછેવત્તે અંશે વરસાદ નોંધાતા ગરબાડામાં 27 મીમી, ઝાલોદમાં 4 મીમી, દેવગઢ બારિયામાં 16 મીમી, ધાનપુરમાં 5 મીમી, લીમખેડામાં 50 મીમી, ફતેપુરામાં 7 મીમી, સંજેલીમાં 3 મીમી, સીંગવડમાં 5 મીમી અને દાહોદમાં 38 મીમી વરસાદ નોધાયો હતો.






Related News

Comments are Closed

%d bloggers like this: