લગ્નની લાલચ: દાહોદના આધેડને લગ્નના સપના બતાવી રાજસ્થાની યુવતિએ રૂ.49 લાખનો ચૂનો ચોપડ્યો
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદએક કલાક પહેલા
- કૉપી લિંક
- અખબારમાં આપેલી જાહેરાત બાદ ચાર વર્ષમાં નાંણા વિવિધ ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા
- યુવતિ સહિત ત્રણ ભેજાબાજ સામે શહેર પોલીસ મથખે ફરિયાદ નોંધાવવામાં આવી
દાહોદમાં રહેતા કેન્દ્ર સરકાના કર્મચારી એવા આધેડને લગ્નની લાલચે રાજસ્થાનની યુવતિ સહિત ભેજાબાજ ટોળકીએ રૂ.49 લાખનો ચૂનો ચોપડ્યો છે. અખબારમાં આધેડે આપેલી લગ્ન વિષયક જાહેરાત વાંચીને ફોન પર સંપર્ક કરીને આશરે 4 વર્ષમાં 48 લાખ રૂપિયા જુદા જુદા સમયે ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ત્યાર બાદ આ આધેડને કોટા બોલાવી બીજા રૂ. 50,000 પડાવી લીધા બાદ આંખ ઉઘડતાં આધેડે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે યુવતિ સહિત ચાર સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પત્ની મલેશિયા જતી રહેતા છુટાછેડા થયા બાદ જીવનસાથીની શોધમાં હતા
દાહોદમાં નવજીવન મીલ પાસે સ્વસ્તિક સોસાયટીમાં રહેતાં મનોજ કુમાર બાલકૃષ્ણ સલુજા પંજાબીના લગ્ન થયા હતા. પરંતુ તેમના ધર્મપત્ની એક વર્ષ બાદ જ મલેશિયા ચાલી ગઇ હતી. ત્યાર બાદ ત્રણેક વર્ષ પછી તેમના છુટાછેડા થઇ ગયા હતા. તેઓ હાલ 59 વર્ષના છે અને રેલવેમાં નોકરી કરે છે. તેઓએ લગ્ન માટે એક અખબારમાં 22 જુલાઇ 2016 દરમિયાન જાહેરાત આપી હતી.
રાજસ્થાનની યુવતિએ ફોન પર સંપર્ક કર્યો
અખબારમાં જાહેરાત જોઇને રાજસ્થાનના બાસ અલવર જિલ્લાના કિશનગઢ તાલુકામાં રહેતી અનિતા ચૌધરી નામની યુવતિએ મનોજકુમારનો આપેલા ફોન નંબર પર સંપર્ક કર્યો હતો.તેમની આર્થિક, પારિવારિક અને સામાજિક હકીકત જાણી અનિતાએ લગ્ન કરવાનો વિશ્વાસ અપાવ્યો હતો. હવે નાંણા કેવી રીતે ખંખેરવા માટે અનિતા સાથે વધુ ત્રણ ચતુરોની ટોળકી સામેલ થઇ ગઇ હતી.
પૈસા પડાવવાની તરકીબો અજમાવી
રાજસ્થાનના જ સાહીર મંહોમદ નુરુદ્દીન, તોફીક ખાન નુરુદ્દીન અને દિલીપ યાદવ પણ અનિતા સાથે થઇ ગયા હતા. અને મનોજકુમાર પાસેથી વિવિધ કારણોસર નાંણા ખંખેરવાની શરુઆત થઇ હતી. મનોજ કુમારના જણાવ્યા પ્રમાણે વતનમાં મકાન બનાવવાનું છે. તેમ કહી નાંણા જુદા જુદા ખાતામાં જમા કરાવતા ગયા. જેમાં તારીખ 8 એપ્રિલ,2020 સુધીમાં કુલ રૂ. 48,59,000 પડાવી લીધા હતા.
છેલ્લે કોટા બોલાવીને પણ કટકી કરી લીધી
મનોજ કુમારને કોઇ પ્રકારની લાલચ આપી એક દિવસ આ ચાર ચતુરોએ કોટા બોલાવ્યા હતા. અને દિલીપ યાદવે તેમની પાસેથી 50,000 રોકડા લઇ બધાએ ખરીદી પણ કરી હતી. મનોજ કુમાર હાલમાં પણ ફરજ બજાવી રહ્યાં છે. અને સદનસીબે તેઓએ નિવૃત્તિ પછી મળનારા નાંણા સુરક્ષિત રાખ્યા છે. પરંતુ તેમની હાલ સુધીની તમામ બચત લુંટાવી દીધી છે. આમ છેવટે કુલ 49,09000 રૂપિયાનો ચૂનો લાગ્યો હોવાનું ભાન થતાં છેવટે મનોજકુમારે ચારેય વિરુદ્ધ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પિતાનું હાલમાં જ કોરોના સહિતની બીમારીથી મોત થયુ
જ્યારે અનિતા આણી મંડળીનું મનોજ કુમાર સાથે લગ્નનું તરકટ ચાલતુ હતુ. ત્યારે તેમના માતા પિતા બન્ને જીવિત હતા. ત્યાર બાદ અઢી વર્ષ પહેલા તેમના માતાનું નિધન થયુ હતુ. ત્યારે તેમના પિતાને હાલમાં જ કોરોના થયુ હતુ. તેમજ 14 દિવસ પહેલા જ કોરોના સાથે જ તેમના પિતાને હાર્ટ એટેક આવતાં તેમનુ પણ મૃત્યુ નીપજ્યુ હતુ.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed