રોષ: વોર્ડ 3માંથી કાઉન્સિલરોએ ભગાડ્યા તો વરસાદી પાણીની લાઇન નાંખવા સ્ટેશન રોડ ખોદી નાંખ્યો
દાહોદ39 મિનિટ પહેલા
- કૉપી લિંક
- દાહોદમાં ચાલુ ચોમાસે ભરચક રોડ પર કામગીરી શરૂ કરવામાં આવતાં લોકોમાં રોષ
દાહોદના રેલ્વે સ્ટેશન રોડ ઉપર શુક્રવારે વહેલી સવારથી જ જે.સી.બી. અને હિટાચી જેવા તોતિંગ મશીનો ગોઠવીને વરસાદી પાણીના નિકાલ માટેની પાઈપ નાંખવા માટેની કાર્યવાહી આરંભતા આસપાસના લોકોમાં જયારે દાહોદમાં ચોમાસું વ્યવસ્થિત આરંભાયું છે ત્યારે જ આ વિસ્તારમાં કાર્યવાહી શરુ કરતા અચરજ ફેલાયું હતું.
દાહોદમાં આગાહી મુજબ જો આગામી ત્રણ દિવસ મોટો વરસાદ નોંધાશે તો અત્રે પાઈપ નાંખવાની કાર્યવાહી બાદ રસ્તા ઉપર માટીના ઢગલાથી સમગ્ર વિસ્તારમાં કાદવ- કીચ્ચડ થશે અને નાના મોટા અકસ્માત થશે તો કોણ જવાબદાર તેવા પ્રશ્નો ઉઠવા પામ્યા હતા. ઉલ્લેખનીય છે કે વોર્ડ નં.3માં જ્યાં તમામ ચારેય કાઉન્સિલરો કોંગ્રેસના જીત્યા છે ત્યાં તેઓએ વરસાદના સમયે વરસાદી પાઈપ નાંખવાની આ કાર્યવાહી કરવા આવેલ જવાબદારોને સ્પષ્ટ રજૂઆત કરવામાં આવી હતી કે આ કામ ચોમાસાના આવા સમયે ના થાય તો સારું! પ્રાપ્ત માહિતી અનુસાર જવાબદાર અધિકારીઓ સમક્ષ યોગ્ય રજૂઆત બાદ હવે વોર્ડ નં.3માં વરસાદી પાણીની લાઈનની કાર્યવાહી ચોમાસા બાદ જ થનાર છે. ત્યારે સ્ટેશન રોડ ઉપર આરમ્ભેયલ આ કાર્યવાહીને લઈને દિવસભર સતત ધમધમતા રસ્તે વારંવાર ટ્રાફિકજામ સર્જાયો હતો.
વરસાદી પાઈપની કામગીરી વરસાદ ટાણે કેવી રીતે થાય?
દાહોદના સતત ધમધમતા રેલ્વે સ્ટેશન વિસ્તારમાં શુક્રવારે સવારથી વરસાદી પાઈપ નાંખવાની કામગીરી ચાલે છે અને સાથે જ ધારોકે શનિવારે આગાહી મુજબ વરસાદ આવ્યો ત્યારે સમગ્ર વિસ્તાર કાદવમય થઇ જશે અને કોઈ હોનારત બનશે તો કોણ જવાબદાર? ધંધો માંડ માંડ જામતો થયો છે ત્યારે જ આ કામગીરીથી દુકાનના રસ્તાઓ બંધ થતા ધંધાને વિપરીત અસર થઇ છે. અન્ય વિસ્તારોમાં આ કામગીરી ચોમાસા પહેલા કે બાદમાં કરવા બાબતે સંબધિત અધિકારીઓએ વિચારવું રહ્યું.-નીતુ સોની, સ્થાનિક વેપારી
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed