રોષ: દાહોદમાં BSNLના 4Gના નવા કાર્ડ માટે રૂા.50 વસૂલાતાં ગ્રાહકોમાં રોષ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • નેટવર્કના ધાંધિયા વચ્ચે નિ:શુલ્ક કાર્ડ રિપ્લેસમેન્ટની જાહેરાત હતી

દાહોદ શહેરમાં બી.એસ.એન.એલ. ધારકોને નવા 4G સીમકાર્ડ મફત આપવાની જાહેરાત બાદ તે પેઠે તંત્રના ભવન ખાતે જ ગ્રાહકને રૂ.50નો ચાંદલો ચોંટાડાઇ રહ્યો છે. આ બાબતથી ગ્રાહકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

દાહોદ શહેર સહિત જિલ્લામાં ગત વર્ષે BSNL મોટાભાગના અધિકારીઓ અને કર્મચારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લઇ લીધા બાદ આ તંત્રનો વહીવટ ખોરંભે પડ્યાની બૂમો અવાર-નવાર ઉઠે છે. દાહોદમાં ચાલતા સ્માર્ટ સીટીના કામ અંતર્ગત વારેવારે કેબલ કપાઈ જવાની વાત આગળ ધરી ચૂપ કરી દેવામાં આવે છે. તો ગત વર્ષે જ દાહોદ શહેરમાં BSNLની 4G સર્વિસ આરંભાયા બાદ જૂનું સિમ કાર્ડ નવા 4G સિમ કાર્ડમાં મફતમાં બદલવા દાહોદ BSNL ઓફિસનો સંપર્ક કરવા સહુને મેસેજ પાઠવીને સંપર્ક કરવા જણાવાયું હતું. અને કોઈપણ આઈ.ડી. પ્રૂફની કોપી આપ્યે નિઃશુલ્ક ધોરણે મળતા નવા સીમકાર્ડ સાથે બી.એસ.એન.એલ.ની 4G સર્વિસનો આનંદ લેવા સહુને અનુરોધ કરવામાં આવ્યો છે. તેમ છતાંય તાજેતરમાં દાહોદના ગ્રાહકો બીએસએનએલ કચેરીએ નવું સીમકાર્ડ લેવા જાય ત્યારે રૂ.50 આપવાની ફરજ પડાતી હોવાની ફરિયાદ ઉઠવા પામી છે.

સરકારી નિ:શુલ્ક સીમ ખલાસ થઈ જતાં સીમકાર્ડ મેન્ટેનન્સ વસૂલી અપાયું
સામાન્ય રીતે બીએસએનએલમાં 4G સીમકાર્ડની સુવિધા નિઃશુલ્ક જ આપવામાં આવે છે. પરંતુ જ્યારે સરકારી સ્ટોકમાં જ્યારે આવી સ્કીમ હેઠળના સીમકાર્ડ ખલાસ થઈ જાય અને જે તે સીમધારકને ઈમરજન્સી હોય ત્યારે ખાનગી પેઢી પાસેના સીમકાર્ડ જે તે મેઈન્ટેનન્સ ચાર્જ વસુલીને અપાતા હોય છે. >હેમંતભાઈ રાઠોડ, અધિકારી, એ.જી.એમ.ઓપરેશન

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: