રોષ: દાહોદમાં 5 કિમીનો ફેરો પડતાં રેલવે યુનિયન-પ્રજાનું આંદોલન

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
ફેન્સિંગ લગાવી દેતાં આંદોલન કરતા રેલવે યુનિયન અને પ્રજા. - Divya Bhaskar

ફેન્સિંગ લગાવી દેતાં આંદોલન કરતા રેલવે યુનિયન અને પ્રજા.

  • 32 ક્વાર્ટર રેલવે ક્રોસિંગ પર અકસ્માત થતાં રસ્તો બંધ કરાયો
  • રેલવે તંત્રે ફાટક સાથે ફેન્સિંગ કરીને રસ્તો જ બંધ કરી દીધો

દાહોદ શહેરમાં એક માસ પહેલાં રેલવે વર્કશોપ સી સાઈટ નજીક 32 ક્વાર્ટર જવાના રસ્તે રેલવે ક્રોસિંગ પર રેલવે સ્ટેશન લઈ જવાતી ગુડ્સ ટ્રેનની ત્રણ બોગીમાંથી એક બોગી કાપલિંગમાંથી છુટ્ટી પડી ગઈ હતી. પાટા ક્રોસ કરતી રીક્ષા આ બોગીની અડફેટે આવી 40 ફૂટ સુધી ધસડાઈ હતી. આ ઘટના બાદ રેલવેએ ક્રોસિંગ બંધ કરી દેતાં રેલવે કર્મચારી સહિત અન્ય ગામના લોકોને સમસ્યા પડતી હતી. જેથી ગુરુવારે રેલવે યુનિયન અને પ્રજાએ ભેગા મળીને આંદોલન કર્યુ હતું.

દાહોદ શહેરના રેલવે વર્કશોપમાં ઇલેક્ટ્રિક એન્જીન, મેમુ ટ્રેન અને ગુડ્સ તેમજ પેસેન્જર ટ્રેનના બોગી બનાવવા સાથે તેનું રીપેરીંગ કામ પણ કરાય છે. રીપેરીંગ માટે ગુડ્સ ટ્રેનની ત્રણ બોગીનું કામ પૂર્ણ થતાં માસ પહેલાં બહાર કઢાઇ હતી. તે વખતે સી સાઈડ નજીક બત્રીસ ક્વાર્ટર જવાના રસ્તે રેલવે ક્રોસિંગ ઉપર બોગી કપ્લિંગમાંથી છુટ્ટી પડતાં તેની અડફેટે રિક્શા આવી ગઇ હતી. આ ઘટના બાદ રેલવે તંત્રએ ક્રોસિંગ ઉપર ફાટક સાથે ફેન્સિંગ કરીને રસ્તો જ બંધ કરી દીધો હતો.

આ મામલે 32 ક્વાર્ટર ખાતે રહેતાં રેલવે કર્મચારીની પરિવારો, વેસ્ટન રેલ્વે એમ્પ્લોઇઝ યુનિયન તેમજ સરપંચોએ ભેગા મળી વિરોધ પ્રદર્શન સાથે સૂત્રોચ્ચાર કર્યા હતાં. ફેન્સિંગ મુકાતા રેલવે કર્મચારીઓ સાથે 8 ગામના લોકોને પાંચ કિમીનો ફેરો સાથે ભવિષ્યમાં ઇમરજન્સીમાં રેલવે હોસ્પિટલ પહોંચવામાં પણ સમસ્યા પડશે તેવી વ્યથા લોકોએ ઠાલવી હતી.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: