રોષ: દાહોદમાં નંખાતા પાણીના મીટરના ઢાંકણાની ચોરીનો અવિરત સિલસિલો

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • શહેરમાં પાણીના મીટરને કનેક્શન સાથે જોડાય તે પહેલાં જ ચોરી!

દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં સ્માર્ટસીટી પ્રોજેક્ટ અંતર્ગત પાણીની લાઈન સાથે મીટર નાખવાની કાર્યવાહી ચાલે છે ત્યારે તે પૈકીના અનેક મીટરોના ઢાંકણની ચોરી થઈ જતા નગરજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્માર્ટસીટી અંતર્ગત ચાલતી કાર્યવાહી અંતર્ગત દાહોદ શહેરમાં એમ.જી.રોડ સ્ટેશન રોડ, ગુજરાતીવાડ સહિત વિવિધ અંતરિયાળ વિસ્તારોમાં પાણીના મીટર બેસાડવાની કામગીરી સ્માર્ટસીટી તંત્ર દ્વારા ચાલી રહી છે.

જ્યારે શહેરના મોચીવાડ, રુસ્તમપુરા જેવા મુખ્ય માર્ગોથી અંદરના ભાગે આવેલ અનેક વિસ્તારોમાં આશરે 50 થી વધુ ઘરોની બહારના ભાગે બેસાડેલા પાણીના મીટર ઉપરના ઢાંકણ અસામાજિક તત્વો દ્વારા ચોરીના આશયે કાઢી લેવાતા મીટરો‌ સાવ ખુલ્લા થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે હજુ તો પાણીના મીટરને પાલિકા દ્વારા અપાયેલ પાણીના કનેક્શન સાથે જોડવાની કાર્યવાહી પણ પૂર્ણ નથી થઈ તે પહેલાં જ તેના ઢાંકણ ચોરી થઈ જતા આવા તત્વો માટે નગરમાં ફિટકારની લાગણી જન્મી છે. અને ભવિષ્યમાં આવું ન થાય તે માટે તંત્ર દ્વારા આવા તત્વોને ઝડપીને કડકમાં કડક સજા ફટકારવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠી છે.

પરત નવા ઢાંકણ નાંખી દેવાય તો સારું!
અમારા વિસ્તારમાં પાણીના મીટર નાંખવાની કામગીરી પુરી થયાના ગણતરીના દિવસોમાં જ અસામાજીક તત્વો તેની ઉપરના ઢાંકણા ચોરી જતા, હજુ તો કનેક્શન સાથે મીટર જોડાય તે પહેલાં જ તે ખુલ્લા થઈ ગયા છે. આવા ખુલ્લા મીટર ઉપર તાબડતોબ નવા ઢાંકણ નંખાય તો સારું!>નરેશ એન.દેસાઈ, ગુજરાતીવાડ

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: