‘રોડ નહીં તો વોટ નહીં’: અભલોડમાં રસ્તા મુદ્દે ચૂંટણીનો બહિષ્કાર; રાયણથી બારીયા ફળિયા જવા માટે 5 વર્ષથી રસ્તા માટે રજૂઆતો છતાં પરિણામ શૂન્ય

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગરબાડા5 મિનિટ પહેલા

  • કૉપી લિંક
ગરબાડા તાલુકાની અભલોડની રાયણ ગ્રામ પંચાયતમાં રસ્તાના મુદ્દે પ્રજાનો ચૂંટણીનો બહિષ્કાર કરતાં ખળભળાટ મચી ગયો હતો - Divya Bhaskar

ગરબાડા તાલુકાની અભલોડની રાયણ ગ્રામ પંચાયતમાં રસ્તાના મુદ્દે પ્રજાનો ચૂંટણીનો બહિષ્કાર કરતાં ખળભળાટ મચી ગયો હતો

  • ગરબાડાના અભલોડની રાયણ ગ્રામ પંચાયતમાં ‘રોડ નહીં તો વોટ નહીં’ના બેનરો લાગ્યા

દાહોદ જિલ્લામાં તા. પં. અને જિ.પં.ની ચૂંટણીનો ધમધમાટ શરૂ થયો છે. તેવા સમયે ગરબાડા તાલુકાના અભલોડ ગામની રાયણ ગ્રામ પંચાયતના બારિયા ફળિયાના રહીશો દ્વારા ગામના મુખ્ય રસ્તાના મુદ્દે આવનાર ચૂંટણીનો બહિષ્કાર કરતું બેનર મુખ્ય રસ્તા ઉપર જ લગાવતા ખળભળાટ મચી ગયો છે. આ બેનરમાં રસ્તો નહીં તો વોટ નહીં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ગરબાડા તાલુકાના અભલોડ ના રાયણ ગ્રામ પંચાયતના બારીયા ફળિયાના રહીશો મુખ્ય રસ્તાથી ફળિયામાં જવાના રસ્તા માટે છેલ્લા પાંચ વર્ષથી કલેકટર થી લઈને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરી હતી. તેમ છતાં પણ આ રસ્તો બનાવવામાં કોઈએ પણ રસ દાખવ્યો નહોતો, આ ફળિયામાં કુલ ૪૦ મકાનો વચ્ચે 350 લોકોની વસ્તી છે. ફળિયાના રહીશો દ્વારા રસ્તો ના બનતા હાલકી વેઠીને થાક્યા બાદ આવનાર જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત ચૂંટણી નો બહિષ્કાર કરવાનો નિર્ણય લઈને હાલમાં મુખ્ય રસ્તા પર ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી વિરોધ પ્રદર્શન કરતું બેનર લગાવવામાં આવ્યું હતું. જેમાં રસ્તો નહીં તો વોટ નહીં નો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો અને આવનાર સમયમાં ગરબાડા તાલુકા કક્ષાએ રહીશો દ્વારા આવેદન આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યુ છે.

દુખી થઇને અમે આ નિર્ણય કર્યો છે
છેલ્લા પાંચ વર્ષથી અમે ફળિયાને જોડતા રસ્તા માટે સરકાર સુધી રજૂઆત કરેલ છે પણ અમારા ફળિયા ને જોડતો રસ્તો ન બનતા દુઃખી થઈને અમે આગામી જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવા બધા જ રહીશોએ નિર્ણય લીધો છે. – બારીયા ધુળાભાઈ સેનીયાભાઈ, રહિશ બારીયા ફળિયા






Related News

Comments are Closed

%d bloggers like this: