રોટરી ક્લબ ઓફ દાહોદ અને રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દાહોદ ના સૌજન્યથી અંધજન વિદ્યાલયમાં રક્ષાબંધનનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો

 
 
 
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદમાં આવેલ અંધજન વિદ્યાલય ખાતે રાષ્ટ્ર શક્તિ એકતા મંચ તથા રોટરી ક્લબ દાહોદના પ્રમુખ રોટે. છોટુભાઈ, મંત્રી રમેશભાઈ જોષી તથા રોટરી ક્લબ ઓફ દાહોદ ના તમામ સદસ્યો ના સહયોગ થી રક્ષાબંધનના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી
આ સાથે રાષ્ટ્ર શક્તિ એકતા મંચ દાહોદના પ્રમુખ ઈકબાલભાઈ બુઢા, મંત્રી અલીઅસગર ચુનાવાલા, મહામંત્રી શાબિરભાઈ નગદીવાલા તથા તમામ સદસ્યો હજાર રહ્યા હતા અને અંધજન વિદ્યાલયના બાળકોને રાખડી બાંધી હતી અને મીઠાઈ ખવડાવવામાં આવી હતી. આ બાળકોને દિવ્યપ્રભા બેન જોશી ભારતીબેન જાની રેખાબેન સોની એ બહેન બની તિલક કરી રાખડી બાંધી મીઠાઈ ખવડાવી હતી ત્યારબાદ બાળકોએ સુંદર સુરોમાં સંગીત ગાન પ્રસ્તુત કરી આનંદનો ભાવ પ્રકટ કર્યો હતો.
ત્યારબાદ આપણા લોકલાડીલા વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈ બે મિનિટ મૌન ધારણ કરી આ પછી રોટરી ક્લબ અબ દાહોદ તથા રાષ્ટ્રપતિ એકતા મંચ ના પદાધિકારીઓએ તથા અંધજન વિદ્યાલયના બાળકો એ પોસ્ટ ગુસતી શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી


Related News

Comments are Closed

%d bloggers like this: