રોટરી કલબ ઓફ દાહોદ દ્વારા વર્ષ 2019 – 20 નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો

 THIS NEWS IS SPONSORED BY –– RAHUL HONDA 
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે તા.૧૯/૧૦/૨૦૧૯ ને શનિવારના રોજ ભાટવાડા પ્રાથમિક શાળામા રોટરી ક્લબ ઓફ દાહોદ દ્વારા મા. મુ. આચાર્યશ્રીઓ અને મા. મુ. શિક્ષકો આમંત્રિત કર્યા હતા. આ શુભ પ્રસંગનું સંચાલન રોટ સી. વી. ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત ભાટવાડા પ્રાથમિક શાળાની બાલિકાઓ દ્વારા પ્રાર્થના થી કરવામાં આવી હતી. ત્યારબાદ આમંત્રિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરી બહારથી આવેલ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં શૈક્ષણિક ક્ષેત્રની સાથે સંકળાયેલા અને જિલ્લા કક્ષાએ ડી.ઇ.ઓ. કચેરી ખાતે એ.ડી.આઈ. તરીકે સેવા આપનાર પોતાનો શૈક્ષણિક ક્ષેત્રના અનુભવ તથા મંતવ્ય સંજયભાઈ બારીયા દ્વારા આપવામાં આવ્યું હતું. આ સમારંભ માં સેન્ટ સ્ટીફન હાઇસ્કુલના સ્નિગ્ધા પટેલ ગોલ્ડ મેડાલિસ્ટ, આસિસ્ટન્ટ ગવર્નર મેઘનગરના રોટ. ભરતભાઈ મિસ્ત્રી, ભાટવાડા પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી જિજ્ઞાબેન પરીખ તથા આમંત્રિત મહેમાનો હાજર રહ્યા હતા. જેમાં રોટરી ક્લબના પ્રમુખ સેક્રેટરી તથા અન્ય હોદ્દેદારો દ્વારા આચાર્યશ્રીઓ તથા શિક્ષકશ્રીઓનું પુષ્પગુચ્છ તથા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું છે.સન્માનીય આચાર્યશ્રીઓ તથા શિક્ષકશ્રીઓનાં નામ નીચે મુજબ છે.
1. સાર્વજનિક હાઇસ્કુલ, ગરબાડાના  રિપલ હસમુખલાલ (2.) જી.પી. ધાનકા માં. અને ઉ.મા. શાળા દાહોદના કેતનકુમાર કડકીયા. (3.) સરસ્વતી શિશુ મંદિર દાહોદના શ્રીમતી ભાવનાબેન વ્યાસ. (4.) અંધજન વિદ્યાલય, દાહોદના હસનુદ્દીન શેખ અને (5.) દોલત ગંજ કન્યા શાળા દાહોદના શ્રીમતી મીનાબેન વાલસીંગભાઈ ભાભોર નું બહુમાન કરવામાં આવ્યું હતું.


Related News

Comments are Closed

%d bloggers like this: