રોજી માટે રઝળપાટ: દાહોદમાં ગરીબની મજબુરી પણ રાજ્યની આવકમાં વધારો કરવા માટે કારણભુત પુરવાર થઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- મુસાફરોનો ધસારો વધતાં દાહોદ ડેપોથી અમદાવાદ અને સૌરાષ્ટ્ર તરફ રોજ વધારાની 10 ટ્રીપો શરુ કરાઇ ગરીબોએ મજુરી માટે મહાનગરોની વાટ પકડતાં બસ ડેપોને રોજના 2 લાખ રુપિયાની આવક વધી
દાહોદ જિલ્લાના બસ ડેપો બારમાસી નફો રળી આપે છે. કારણ કે દાહોદ સહિતના ત્રણ ડેપો પરથી રોજી રોટી માટેના રઝળપાટ અવિરત ચાલતો જ રહે છે. કોરોના કાળમાં પણ દાહોદ ડેપો પર ભીડ જામી રહી છે. ત્યારે આશ્ચર્ય એ વાતનું છે કે અહીંથી વધારાના રુટ શરુ કરવા પડ્યા છે. તેને કારણે ડેપોની રોજીંદી આવક પણ વધી ગઇ છે.
ખેતીમાં વળતર ન હોવાથી ગરીબોએ શ્રમકાર્યને સ્વીકારી લીધુ
દાહોદ જિલ્લામાં 75 ટકા વસ્તી આદિવાસીઓની છે અને તેમનો મુખ્ય વ્યવસ્યાય આમ તો ખેતી છે. પરંતુ તેમની પાસે મોટા કદની જમીનો ન હોવાથી નાની ખેતી કરે છે. તેમાંયે એક પણ મોટી સિંચાઇ યોજના નથી કે બારે માસ ખેતીને પાણી મળી રહે. જેથી માત્ર ચોમાસુ અને શિયાળુ પાક જ લેવામાં આવે છે. આમ ખેતીમાં એટલું વળતર ન હોવાથી ગરીબોએ શ્રમકાર્યને જ સ્વીકારી લીધુ છે. ત્યારે તેમાંયે ઘર આંગણે ભલીવાર આવે તેમ નથી. કારણ કે એક પણ મોટો ઉદ્યોગ વિકસી શક્યો નથી.
બસના 10 રુટ એકસ્ટ્રા શરુ કરવા પડ્યા
જેથી જિલ્લાની માનવ શક્તિ બીજા જિલ્લામાં જ કામે લાગી રહી છે. જેથી જિલ્લાના મહાનગરોમાં મજૂરી માટે જવા માટે દાહોદના બસ ડેપો પર રોજે રોજ ભીડ જામે છે. કોરોના કાળમાં કોઇ બીજાના ઘરે પણ જવામાં ભયભીત છે ત્યારે મજબુરીમાં જિલ્લાનો ગરીબ સપરિવાર રઝળપાટ કરી રહ્યો છે. વાહન વ્યવહાર વિભાગ પહોંચી નથી વળતો હોવાને કારણે હવે વધારાની બસો દોડાવવી પડી રહી છે. સત્તાવાર જાણકારી પ્રમાણે 10 રુટ એકસ્ટ્રા શરુ કરવા પડ્યા છે. જેમાં અમદાવાદ, ભુજ, સોમનાથ, જૂનાગઢનો સમાવેશ થાય છે. બસ ડેપો પણ છલો છલ છે. ત્યારે કોરોનાનો ભોગ બનવુ પડે તો પણ પેટનો ખાડો પુરવા અને પરિવારનું ભરણ પોષણ કરવા માનવીએ મજબુર થઇને સામે મોત દેખાતું હોય પણ સફર કરવી પડે છે.
દાહોદ ડેપોની રોજિંદી આવકમાં વધારો થયો
આમ એક તરફ દાહોદ જિલ્લાના ગરીબો માટે રોજી રોટી માટેનો રઝળપાટ વર્ષોથી અભિષાપ દાહોદ ડેપો માટે આશીર્વાદ સમાન છે. કારણ કે આ રઝળપાટને કારણે જ દાહોદ ડેપો નાંણાકીય નુક્સાન થતુ નથી અને હંમેશા ફાયદો જ થતો રહે છે. હાલમાં રાજ્યના અન્ય ડેપો પર વધુ મુસાફરો જોવા મળતા નથી. ત્યારે દાહોદ ડેપોની રોજિંદી આવકમાં વધારો થયો છે. ડેપો મેનેજરનાં જણાવ્યા પ્રમાણે રોજના 2 લાખ રુપિયાની આવક વધી છે. ત્યારે એક ગરીબની મજબુરી પણ રાજ્યની આવકમાં વધારો કરવા માટે કારણભુત પુરવાર થઇ રહી છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed