રોજગારી અંગે માર્ગદર્શન: દાહોદ જિલ્લાના રોજગારવાંછુ યુવાનો માટે કોલ સેન્ટરનો પ્રારંભ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- ફોન પર રોજગારી અંગે માર્ગદર્શન મળશે
રાષ્ટ્રિય યુવા દિન નિમિત્તે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા રોજગારવાંચ્છુ યુવાનો માટે એક નવી સુવિધા શરૂ કરવામાં આવી છે. વિભાગ દ્વારા કોલ સેન્ટરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેમાં ફોન કરવાથી દાહોદ જિલ્લામાં ઉપલબ્ધ રોજગારીની તકો વિશે માહિતી મળશે. ગાંધીનગરથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ સેવાનો પ્રારંભ કરાવ્યો તેમાં કલેક્ટર શ્રી વિજય ખરાડી પણ જોડાયા હતા.
દેશભરમાં ગુજરાતની આ નવતર પહેલમાં રાજ્યનો કોઇ પણ યુવાન આ કોલ સેન્ટરનો એક કોલ નંબર 63-57-390-390 ડાયલ કરીને રાજ્યના કોઇ પણ જિલ્લાની અભ્યાસલક્ષી, રોજગારલક્ષી અને સરકારની યુવાલક્ષી સહિતની યોજનાઓની માહિતી મેળવી શકશે. રાજ્યના શ્રમ રોજગાર વિભાગના રોજગાર તાલીમ નિયામક કચેરી દ્વારા આ નવતર પહેલ સાથે મુખ્યમંત્રીશ્રીએ ઓનલાઇન ભરતી મેળા પખવાડીયું (12 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી)નો પણ પ્રારંભ કરાવ્યો હતો.
Related News
GSTના દરોડા: દાહોદમાં રતલામ સ્વીટ્સ સહિત મીઠાઇ-ફરસાણની 8 દુકાનોમાં વડોદરા GST વિભાગે સર્ચ શરૂ કર્યું, વેપારીઓમાં ફફડાટ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદએક કલાક પહેલાRead More
કડક સુરક્ષા: દાહોદ પોલીસના સહાયતા કેન્દ્રો હાઇવે લૂંટને ડામવામાં સફળ, વર્ષ 2020માં લૂંટધાડને એક પણ ઘટના ના બની
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ2 કલાક પહેલાRead More
Comments are Closed