રેસક્યુ:દાહોદ શહેરમાં કોમન બ્રોન્ઝબેક ટ્રી સાપ પ્રથમ વખત પ્રકૃતિ પ્રેમીના હાથે પકડાયો

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • શહેરના શો રૂમમાં સર્વિસ માટે ગયેલી ગાડી ઉપર સાપ જોવા મળ્યો હતો

દાહોદ શહેરમાં રેસ્ક્યુ કરવા ગયેલ પ્રકૃતિ મિત્ર મંડળના સભ્ય દ્વારા કોમન બ્રોન્ઝબેક ટ્રી સ્નેક નામે ઓળખાતો સાપ પ્રથમ વખત પકડાતા સાપ રેસ્ક્યુ કરતા લોકોમાં અચરજ સાથે આનંદની લાગણી ફેલાઈ છે.દાહોદ શહેરમાં હાઈવે ઉપર આવેલ શો રૂમ ખાતે સર્વિસ માટે આવેલી એક ગાડી ઉપર એક સાપ હોવાનો કોલ આવતા સર્પ રેસ્ક્યુ કરતા રાકેશ પાંડરીયાએ સત્વરે સ્થળે પહોંચીને સાપ રેસ્ક્યુ કર્યો હતો. આ સાપ દાહોદ પંથક માટે નવો જ હોઈ મંડળના સભ્યોને નવી માહિતી મળે તે શુભાશયથી આની જાણ કરવામાં આવી હતી.

તા.3-11-’20 ના રોજ સાંજે શહેરના સ્ટેશન રોડ સ્થિત ‘અજય દેસાઈ પ્રકૃતિ ભવન’ ખાતે તેને લવાતા પ્રકૃતિ પ્રેમીઓએ એકઠા મળી તેને રસપૂર્વક નિહાળી તેનો અભ્યાસ કર્યો હતો. બાદમાં તેને સલામત સ્થળે છોડી મુકવામાં આવ્યો હતો. જો કે રેસ્ક્યુઅર રાકેશ પાંડરીયાએ જણાવ્યું હતું કે આ શો રૂમ ખાતે સર્વિસ માટે ક્યાંકથી આવેલ ગાડીના માધ્યમથી આ સાપની દાહોદમાં એન્ટ્રી થઈ હોય તે સંભવ છે.

આ સાપ સામાન્ય રીતે જોવા નથી મળતો
આ સાપને મોટી આંખ, આંખ પાછળ કાળો પટ્ટો અને સુંવાળા ભીંગડા ધરાવતી પાતળી કાયામાં સોનેરી કિનારી હોય છે.‌ સામાન્ય સંજોગોમાં પણ સતત સળવળ્યા કરતો આ સાપ દાહોદમાં પ્રથમ વખત નોંધાયો છે.






Related News

Comments are Closed

%d bloggers like this: