રેલવે પર કોરોનાનું સંકટ: 18 દિવસમાં 66 ટ્રેનો બંધ, 10 ટ્રેનના સંચાલનના દિવસ ઘટાડી દેવાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar

પ્રતીકાત્મક તસ્વીર

  • મુસાફરોમાં ઘટાડો, રાજધાની રૂટની વધુ 10 ટ્રેનો નિરસ્ત કરાઇ, 4ને નિયમિત સાપ્તાહિક કરાઇ
  • ઉત્તર પ્રદેશથી યુપી જવા માટે 14થી 26 મે સુધી 13 દિવસ 18 જોડી ટ્રેન દોડશે

દેશ સહિત દુનિયામાં કોરોનાઅે છેલ્લા 1 વર્ષથી સમયથી હાહાકાર મચાવ્યો છે. લોકો સંક્રમીત થયા છે અને કેટલાય લોકોના મોત નિપજ્યા છે. કોરોના સંક્રમણની અસરે રેલવેને પણ ભરડામાં લઇ લીધુ છે. પરિસ્થિતિ એવી સર્જાઇ છે કે જે ટ્રેનો ચાલી રહી છે. તેમાં મુસાફરો જ નથી મળી રહ્યા. પરિણામે રેલવેએ ગુરુવારે વધુ 10 ટ્રેનોને બંધ કરી દીધી છે જ્યારે 4 નિયમીત ટ્રેનોને સાપ્તાહિકમાં પરીવર્તિત કરી દીધી છે.

મહારાષ્ટ્રથી પરત ફરતાં કામદારોને કારણે હાલમાં યુપી અને બિહાર જનારી ટ્રેનોને સારા મુસાફરો મળી રહ્યા છે. આ રૂટ ઉપર જ નવી ટ્રેનો દોડાવાઇ રહી છે. ગુરુવારે રેલવેએ 18 જોડી ટ્રેનોનું લિસ્ટ બહાર પાડ્યુ છે. જે 14થી 26 મે સુધી જુદી-જુદી તારીખે સ્પે. એક્સપ્રેસ રૂપે ચાલશે. ઉલ્લેખનિય છે કે, 19 એપ્રિલથી અત્યાર સુધી રેલવે 66 ટ્રેનો નિરસ્ત જ્યારે 10 ટ્રેનોનો શેડ્યુલ બદલીને નિયમીતથી સાપ્તાહિક કરી ચુક્યુ છે. પીઆરઓ જે.કે જયંતે જણાવ્યુ હતું કે, જે ટ્રેનોના ફેરા વધાર્યા છે તેમાં કોઇ પરિવર્તન નથી કરાયુ.

ટ્રેનો નિરસ્ત કરાઇ

  • ​​​​​​​ ઇન્દૌર-દૌંડ ઇન્દૌર 7, 8 મેથી
  • બાંદ્રા-જયપુર 10, 11 મેથી
  • ઇન્દૌર-કૌચુવેલી 11, 14 મેથી
  • અગસ્તક્રાંતિ 8, 9 મેથી
  • ઉદયપુર-દિલ્હી 7, 8 મેથી

ટ્રેનોને સાપ્તાહિક કરાઇ

  • ડો. અંબેડકરનગર-શ્રી માતા વૈષ્ણોદેવી-7 મેથી સપ્તાહમાં ત્રણ દિવસ,સોમ,બુધ, શુક્ર
  • શ્રી માતા વૈષ્ણોદેવી- ડો. અંબેડકરનગર-9 મેથી સપ્તાહમાં ત્રણ દિવસ,બુધ, શુક્ર, શનિ
  • મુંબઇ સેન્ટ્રલ-જયપુર-7મેથી સપ્તાહમાં ત્રણ દિવસ,મંગળ, શુક્ર,રવિ
  • જયપુર-મુંબઇ સેન્ટ્રલ-8મેથી સપ્તાહમાં ત્રણ દિવસ,બુધ, શનિ અને સોમ

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: