રિઅલ એસ્ટેટમાં તેજી: દાહોદમાં છેલ્લા ત્રણ મહિનામાં 1439 મિલ્કતોના સોદા થયા, 420 મિલ્કતો મહિલાઓના નામે નોંધાઈ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • એક વર્ષમાં 50 લાખથી વધુની 42 મિલ્કતોનું ખરીદ-વેચાણ

કોરોના વાયરસના સંક્રમણને પગલે અટકી પડેલી બહુધા આર્થિક ગતિવિધિઓમાં હવે ધીમેધીમે તેજ બની રહી છે. વિશેષતઃ અનેક લોકોને રોજગારી પૂરી પાડી રહેલા બાંધકામ વ્યવસાય શરૂ થતાની સાથે મિલ્કત ખરીદીનું પ્રમાણ પણ વધી રહ્યું છે. દાહોદ જિલ્લામાં માત્ર છેલ્લા ત્રણ જ માસમાં 1439 મિલ્કતોના સોદા થયા છે. આ જ ત્રણ માસમાં 420 મિલ્કતો મહિલાઓએ ખરીદ કરી છે. છેલ્લા ત્રણ માસમાં રાજ્ય સરકારને દસ્તાવેજોની નોંધણી માટે ડ્યુટી પેટે રૂ. 4 કરોડની આવક થઇ છે.

દાહોદ જિલ્લાની વિશેષતા એ છે કે અહીંથી મોટા પ્રમાણમાં લોકો બાંધકામ પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે અને રોજગારી માટે રાજ્યના અન્ય મોટા શહેરોમાં સ્થળાંતર કરે છે. દાહોદમાં પણ કોરોના સંક્રમણના બીજી લહેરની સ્થિતિ હળવી પડતા રાજ્ય સરકારે હળવા કરેલા નિયંત્રણો બાદ બાંધકામ પ્રવૃત્તિમાં ગતિ આવી છે. દાહોદ નગરમાં કોરોનાના કારણે બંધ પડેલા બાંધકામના નાનામોટા અનેક પ્રોજેક્ટ ફરી શરૂ થયા છે. જો કે, છેલ્લા ત્રણ માસમાં ત્રણ રહેણાંક અને એક બહુહેતુક બાંધકામની મંજૂરી લેવાઇ છે. પણ, એ પૂર્વે મંજૂર થયેલા પ્રોજેક્ટ પાટા ઉપર ચઢી ગયા છે. સમગ્ર દાહોદ જિલ્લામાં મિલ્કતની ખરીદ વેચાણની પ્રવૃત્તિ પણ જોરમાં આવી છે. ખાસ કરીને દાહોદ નગરમાં ઝાલોદ રોડ ઉપર આઇટીઆઇની પાછળના વિસ્તારો, ગોદી રોડ, મંડાવ રોડ, દેલસર, ઉસરવાણ, છાપરી, ગરબાડા રોડ અને કસબા વિસ્તારમાં આવેલી મિલ્કતોના દસ્તાવેજો વિશેષ પ્રમાણમાં નોંધાઇ રહ્યા છે. મજાની વાત તો એ છે કે, રૂ. 50 લાખની કિંમત હોય એવી 42 મિલ્કતનો સોદા છેલ્લા એક વર્ષમાં નોંધાયા છે. રૂ. ૯ અરબ અને 36 કરોડની કિંમતની મિલ્કતોનું ખરીદ વેચાણ થયું છે.

નોંધણી નિરીક્ષક એસ. એસ. હઠીલાએ કહ્યું કે, ગત મે-2020 માસથી મે-2021 સુધીના એક વર્ષમાં દાહોદ જિલ્લામાં કુલ 7610 મિલ્કતોના દસ્તાવેજોની નોંધણી થઇ છે. એની સ્ટેમ્પ ડ્યુટી પેટે રાજ્ય સરકારને રૂ. 21,00,85,315ની આવક થઇ છે. આ ઉપરાંત નોંધણી ફી પટે રૂ. 3,66,99,778ની આવક છે. મિલ્કતોની ખરીદીમાં દાહોદની મહિલાઓ પણ કંઇ પાછળ નથી. આ જ એક વર્ષમાં 1639 મહિલાઓના નામે મિલ્કતોની ખરીદી કરવામાં આવી છે. રાજ્ય સરકાર મહિલાઓના નામે ખરીદાતી મિલ્કતોના દસ્તાવેજોની નોંધણીમાં માફી આપે છે.

અન્ય સમાચારો પણ છે…

Related News

Comments are Closed

%d bloggers like this: