રાહત: 3 કિમીના માછલિયા ઘાટના 9 વળાંક કપાઇ જશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલાલેખક: ઇરફાન મલેક

  • કૉપી લિંક
માછલિયા ઘાટના 3 િકમી િવસ્તારમાં અાવતા નાના મોટા 9 વળાંક અા રીતે સીધા કરી રસ્તો નવેસરથી બનાવવામાં આવશે... - Divya Bhaskar

માછલિયા ઘાટના 3 િકમી િવસ્તારમાં અાવતા નાના મોટા 9 વળાંક અા રીતે સીધા કરી રસ્તો નવેસરથી બનાવવામાં આવશે…

  • અંદાજિત રૂા. 210 કરોડના ખર્ચે થનારો ફોરલેન 18 મહિનામાં તૈયાર થઈ જશે, ધાર જિલ્લાના ધુલેટમાં સર્વે શરૂ : જૂનાપાની ટોલ નાકા પાસે કોંક્રીટ પ્લાન્ટ તૈયાર
  • બૈતુલ-અમદાવાદ હાઇવેનું 155 કિમીમાં બાકી રહેલું16 કિમીનું કામ થશે : 11 વર્ષમાં પ્રથમ વાર વળાંક કાપવાની કામગીરી

મ.પ્ર.ના બૈતુલ-અમદાવાદ હાઇવેના 155 કિમીમાં બાકી રહેલા 16 કિમીનું નિર્ણાણ શરૂ થવાની સંભાવના છે. ગુરુગ્રામની કંપનીએ ધાર જિલ્લાના ધુલેટથી ડ્રોન સર્વે શરૂ કરી દીધો છે. કંપનીના એન્જિનિયર મુજબ 210 કરોડના ખર્ચે માછલિયા ઘાટને ફોરલેન કરવાની કામગીરી કરાશે. સર્વે પૂર્ણ થયા બાદ એપ્રિલથી કામ શરૂ થવાની સંભાવના છે. જે 18 માસમાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ અપાયો છે. 11 વર્ષમાં પ્રથમ વખત ઘાટને લક્ષમાં લઇને આ સ્તરની કામગીરી શરૂ કરાઇ છે.

દાહોદથી ઇન્દોર ખાનગી વાહનમાં જતાં-આવતાં ખાસ કરીને રાતના સમયે શ્વાસ અદ્ધર રહેતાં હતાં. તો કાનવઇથી સમયનો વેડફાટ પણ થતો હતો. જોકે, ફોરલેન બનતાં અહીં રોજ થતાં ટ્રાફિક જામ અને અકસ્માત સાથે લૂંટની ઘટનાઓથી પણ મુક્તિ મળશે. હાલ ઘુલેટથી માછલિયા વચ્ચે સર્વે થઇ રહ્યો છે. ઘાટના 3 કિમીમાં આવતાં 9 વળાંક ફોરલેન બન્યા બાદ લુપ્ત થશે. ખરમોર અભયારણ્ય અને વન વિભાગની જમીન ઉપર કામગીરીની પરવાનગી બાદ કંપનીએ ધાર વન વિભાગને 23 લાખ જમા પણ કરાવી દીધા છે.

ચોરી, લૂંટ અને અકસ્માત ટાળવા આયોજન
માછલિયા ઘાટ ચોરી-લૂંટ માટે પંકાયેલો છે. દાહોદથી જતા વાહનોને 3 કિમી સીધું ચઢાણ ચઢવું પડે છે. જેમાં ગતિ ધીમી થતાં ચોરી-લૂંટની ઘટના બને છે. એક તરફ ખાઇ હોવાથી ચાલકોને જોખમ રહે છે. 3થી 4 જગ્યાએ આંધળા વળાંક છે. સામે વાહન ન દેખાતાં અકસ્માત સર્જાય છે. આથીે જ પ્રજાની સુખાકારી માટે આ આયોજન કરાયું છે.

શરતો સાથે કામની પરવાનગી અપાઇ
વન વિભાગે રસ્તાની કામગીરી માટે કેટલીક શરતો સાથે મંજૂરી આપી છે. પેટ્રોલિંગ માટે વાહન,પરિસીમન વિસ્તારમાં તાર ફેન્સિંગ, સુરક્ષા ચોકી, નાકા બનાવવા પડશે. > અક્ષય રાઠૌડ, ડીએફઓ, ધાર

એપ્રિલ સુધી કામ શરૂ કરવાનો પ્રયાસ
ઘાટ સહિત અધૂરા ફોરલેનના કામના ટેન્ડર થઇ ગયા છે. એપ્રિલ સુધી કામ શરૂ કરાશે. હાલ સરકારે રૂપિયા ફાળવ્યા છે, જે ટોલના માધ્યમથી પાછી લેવાશે. > મનીષ અસાટી, પ્રોજેક્ટ ડાયરેક્ટર,NHAI, ઇન્દૌર

ઘાટમાં 9 વળાંક 6 નીચે અને 3 ઉપર

ઘાટમાં 9 વળાંક 6 નીચે અને 3 ઉપર

​​​​​​​ઘાટમાં 9 વળાંક 6 નીચે અને 3 ઉપર
ડુંગલાપાનીમાં સૌથી જોખમી વળાંક છે. માછલિયા ઘાટમાં રાજગઢથી દાહોદ તરફ નીચે આવતી વખતે ભેરૂ મંદિરથી ઘાતકી ઘાટી કપાતાં 3 વળાંક અને રાજગઢથી દાહોદ તરફ આવતાં ઉપર તરફના 6 વળાંક નીકળી જતાં લોકોને રાહત થશે.

3200થી વધુ વાહન દરરોજ પસાર થાય છે
ગુજરાતથી મધ્ય પ્રદેશની આવન-જાવનમાં દરરોજ 3200થી વધુ વાહનો માછલિયા ઘાટથી પસાર થાય છે. ટોલ વિભાગે કરેલા સર્વેમાં આ આંકડો સામે આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: