રાહત: 22 વર્ષ બાદ દાહોદ પોલીસને રૂા.60 કરોડના ભૌતિક સુવિધાના વિકાસ કામોની ભેટ મળશે
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
- દાહોદ, લીમખેડા અને બારિયામાં સ્ટાફ ક્વાર્ટર્સનું ભૂમિપૂજન
- ટાઉન પોલીસ સ્ટેશન અને સબ જેલના લોકાર્પણની સમીક્ષા કરાઇ
દિનરાત જોયા વિના જનસુરક્ષાનું કામ કરતા દાહોદ પોલીસ તંત્રને ૨૨ વર્ષ બાદ એક સાથે રૂ. ૬૦ કરોડના ભૌતિક સુવિધાના વિકાસ કામો મળવા જઇ રહ્યા છે. આ વિકાસ કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે શનિવાર અને રવિવાર, એમ બે દિવસ દરમ્યાન યોજાયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, વિકાસ કામો અંતર્ગત દાહોદના સીમાડે ઝાલોદ રોડ ઉપર રૂ. ૨૦.૨૫ કરોડના ખર્ચે બનાવવામાં આવેલી સબ જેલ અને દાહોદ નગરમાં સરસ્વતી સર્કલ પાસે રૂ. ૧૬૧.૦૯ લાખના ખર્ચથી નવનિર્મિત આવેલા ટાઉન પોલીસ સ્ટેશનનું ગૃહરાજ્યમંત્રી જાડેજાના હસ્તે લોકાર્પણ થશે. આ ઉપરાંત, દાહોદ ગ્રામ્ય પોલીસ સ્ટેશન નજીક રૂ. ૩૦૫૮.૧૩ લાખ, લીમખેડામાં રૂ. ૫૮૩.૨૮ અને દેવગઢ બારિયામાં રૂ. ૩૩૪.૬૯ લાખ ખર્ચની નિર્માણ પામનારા સ્ટાફ ક્વાર્ટર તથા ઝાલોદમાં રૂ. ૧૦૦.૪૧ લાખના ખર્ચથી બનનારી નાયબ પોલીસ અધિક્ષકની કચેરીનું ભૂમિપૂજન પણ યોજવાામાં આવશે. લોકાર્પણના આ કાર્યક્રમની સમીક્ષા કરવા માટે ગોધરા રેંજના ડીઆઇજી એમ. એસ. ભરાડા દ્વારા સ્થળોની મુલાકાત લીધી હતી અને બાદમાં એસ. પી. હિતેશ જોયસર અને પોલીસ તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં તેમણે ઉપયોગી સૂચનો કર્યા હતા. આ વેળાએ એએસપી સુ શેફાલી બરવાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed