રાષ્ટ્ર સંત મુનિ શ્રી તરુણસાગરના શિષ્ય બ્રહ્મ સતીશ ભૈયાજીને તરૂણસાગરના ગુરુ આચાર્ય પુષ્પદંત સાગરજી આગામી ૧૦મી ફ્રેબ્રુઆરીએ દિક્ષા આપશે

 
 
ક્રાંતિકારી રાષ્ટ્ર સંત મુનિ તરુણ સાગરજી જેમને સંપૂર્ણ વિશ્વમાં ધર્મની પ્રભાવના કરી જૈન ધર્મના સંદેશો જન જન સુધી પહોંચાડનાર એવા મુનિશ્રીના એકમાત્ર શિષ્ય બ્રહ્ન સતીશ ભૈયાજી તા.૧૦/૦૨/૨૦૧૯ ના રવિવારના રોજ તરુણ સાગરજીના ગુરુ એવા આચાર્ય શ્રી પુષ્પદન્ત સાગરજી દ્વારા જેનેશ્વરી દીક્ષા લઇ તરુણ સાગરજીના મિશનને આગળ વધારવા અગ્રસર થયા છે. તેમની અનુમોદના હેતુ દાહોદ નગર ના સમસ્ત દિગમ્બર જૈન સમાજ દ્વારા ગત રોજ તા.૦૧/૦૨/૨૧૯ ના શુક્રવારે મહેંદી પીઠીનો કાર્યક્રમ સાથે ગોદ ભરાઈનો કાર્યક્રમ યોજાયો. તતપશ્ચયાત ભૈયાજીની વનોલીનું વિશાલ જુલુસ સાંજે સાડા સાત વાગે પુરી ધર્મ પ્રભાવના સાથે નીકાળવામાં આવ્યું. દિગમ્બર જૈન સમાજના સર્વે ભાઈઓ, બહેનો, બાળકો આ ધર્મ પ્રભાવના કાર્યમાં જોડાઈ બ્રહ્ન સતીશ ભૈયાજીને ધર્મ પ્રભાવના કરવા અનુમોદના આપી.


Related News

Comments are Closed

%d bloggers like this: