રામપુરામાં 41 ગુંઠા જમીન વેચાણ કરીને દસ્તાવેજ નહીં કરી આપતાં ફરિયાદ

સોદો થતાં 4 લાખ લઇ લીધા હતાં જમીન જુની શરતની થયાનું છુપાવ્યું

  • Dahod - latest dahod news 022642

    દાહોદ શહેર નજીક આવેલા રામપુરા ગામે 41 ગુંઠા જમીન વેચાણ કરીને જમીન જુની શરતનું હોવાની છુપાવીને દસ્તાવેજ નહીં કરી આપતાં અંતે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સુરતના તબીબની ફરિયાદના આધારે પોલીસે ઉસરવાણ ગામના યુવક સામે છેતરપીંડીનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

    પ્રાપ્ત માિહતી અનુસાર, સુરતના અડાજણ ખાતે રહેતાં તબીબ હેતલકુમાર રજનીકાંત દેસાઇએ ઉસરવાણ ગામે રહેતાં સુરેશચંદ્ર મણીલાલ ત્રિવેદી પાસેથી 21 ઓક્ટોબર2006ના રોજ41 ગુંઠા જમીન જમીન બાનાખત પેટે ચાર લાખ રૂપિયામાં વેચાણ રાખી હતી.

    બાનાખતની શરત મુજબ જમીન જુની શરતની થઇ ગઇ હોવાની હકિકત સુરેશચંદ્રએ હેતલકુમારથી છુપાવી હતી. આ સાથે દસ્તાવેજ કરી ન આપી છેતરપીંડી વિશ્વાશઘાત,ઠગાઇ કરી હતી. આ મામલે અંતે હેતલકુમારે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તાલુકા પોલીસે ઇપીકો 420 મુજબ ગુનો દાખલ કરીને પીએસઆઇ બી.આર પટેલે આગળની તપાસ હાથ ધરી છે.

More From Madhya Gujarat


Related News

Comments are Closed

%d bloggers like this: