રાજીનામા: દાહોદ જિલ્લા આરોગ્ય વિભાગના એનએચએમ કર્મચારીઓના સામુહિક રાજીનામા મંજૂર કરાતા ખળભળાટ માંગણીઓ ન સંતોષાતા કરાર આધારિત કર્મીઓએ રાજીનામા આપ્યા હતા.

  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Contract Workers Resigned As They Did Not Meet The Demands Of The Dahod District Health Department To Approve The Mass Resignation Of NHM Employees.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • કોરોનાકાળમા બજાવેલી ફરજનુ ફળ મળ્યુ કાલથી 433 કર્મચારીઓ ફરજ પર નહી આવતા કોરોના જંગ ઢીલો પડશે

દાહોદ જિલ્લામાં કોરોના સામેનો જંગ ચાલી રહ્યો છે.જેમાં મુખ્ય યોધ્ધાઓ તબીબો અને આરોગ્યકર્મીઓ જ છે.બીજી તરફ આ તબીબી આલમે જ પોતાની વર્ષોોથી પડતર માંગણીઓ સંતોષવા સરકારને અલ્ટીમેટમ આપી દીધુ હતુ.એનએચએમ ના આરોગ્ય કર્મીઓની માગણીઓ ન સંતોષાતા આજે રાજીનામા ધરી દીધા હતા.આ તમામના રાજીનામા મંજૂર કરી દેલામા આવ્યા છે.જેથી હાલ આ તમામ કોરોના યોધ્ધાઓ બેરોજગાર થઈ ગયા છે.જેથી રોષની લાગણી ફેલાઈ છે. દાહોદ જિલ્લામાં બીજી લહેરમાં કોરોનાએ કહેર મચાવ્યો છે.કારણ કે કોરોનાને કારણે મોટી સંખ્યામાં મૃત્યુ પણ થયા હોવાથી ઘણાં પરિવારોના માળા વિખેરાઇ ગયા છે.આ વખતે ગામડાઓમાં પણ ઘેર ઘેર કોરોનાના દર્દીઓ છે.જેથી કોરોના યુધ્ધ લડવા માટે આરોગ્યકર્મીઓ રાત દિવસ એક કરી રહ્યા છે.આ જંગ દરમિયાન કેટલાયે કોરોના વોરિયર્સ કોરોનામાં સપડાઇ ચુક્યા છે ત્યારે હવે આવા કોરોના વોરિયર્સે જ સરકાર સામે રણશિંગુ ફુંક્યુ છે. રાજ્ય સરકારમાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતાં સરકારી તબીબોએ પણ પોતાાની પડતર માંગણીઓ પૂર્ણ કરવા માંગ કરી છે.દરેક જિલ્લામાં આવેદન પત્રો આપવામાં આવ્યા છે ત્યારે આ મડાગાંઠ ઉકલે તે પહેલાં જ નેેશનલ હેલ્થ મિશનમાં ફરજ બજાવતાં તમામ આરોગ્યકર્મીઓએ તો સરકારને આલ્ટીમેટમ જ આપી દીધુ હતુ.પહેલા આ કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ સાથે ફરજ બજાવી રહ્યા હતા અને તે સમયગાળા દરમિયાન સરકાર નમતું નહી જોખે તો તારીખ 15 મેના રોજ સામુહિક રાજીનામા આપવાની ચીમકી ઉચ્ચારી હતી..કારણ કે છેલ્લા કેટલાયે વર્ષેોથી સરકાર આવા કર્મચારીઓ સાથે અન્યાય કરતી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.તેમ છતા સરકારે નમતુ ન જોખતા દાહોદ જિલ્લામા ફરજ બજાવતા એનએચએમના કર્મીઓએ આજે જિલ્લા પંચાયત મા વહીવટીશાખા મા પોતાના રાજીનામા ધરી દીધા હતા.આ તમામના રાજીનામા આજે મંજૂર કરી દેતા ખળભળાટ મચી ગયો છે.સીડીએચઓએ ફોન ન ઉપાડતા ઇન્ચાર્જ એડીએચઓનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યુ હતુ કે એનએચએમ ના કર્મચારીઓના રાજીનામા મંજૂર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: