રાજકારણ: દાહોદ પાલિકામાં કૌટુંબિક સગપણ ધરાવનારી 19 જોડીઓની દાવેદારી, કોંગ્રેસમાંથી દાદા અને ભાજપમાંથી પૌત્રીની દાવેદારી
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલાલેખક: સચિન દેસાઇ
- કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર.
- પતિ-પત્ની, ભાઈ-ભાઈ, માતા અને પુત્રની જોડીએ ટિકિટ માગી
દાહોદ નગરપાલિકામાં ભાજપ પક્ષે દાવેદારી કરનારાઓના મોટા સમૂહ પૈકી પતિ-પત્ની, માતા- પુત્ર કે પિતા- પુત્રની અનેક જોડીઓએ પોતાને ધારોકે ટિકિટ ના મળે તો પોતાના પતિ- પત્ની કે પુત્રને મળે તે માટે દાવેદારી કરી છે. વર્ષો સુધી ધૂણી ધખાવી ભાજપમાં પક્ષના હોદ્દેદાર તરીકે સક્રિય રહી પક્ષને ઊંચાઈએ પહોંચાડવામાં મહેનત કરી છે તે પૈકી અનેક લોકોએ હવે જિલ્લા કે તાલુકા પંચાયત સભ્ય સહિત દાહોદ પાલિકામાં કાઉન્સિલર તરીકે બિરાજમાન થવાના આશયે દાવેદારી કરી છે. જો કે બાદમાં ઉપરના સ્તરેથી 3 ટર્મ કે 60 વર્ષની મર્યાદા સાથે પક્ષના હોદ્દેદાર અને નેતાઓના પરિવારજનોની પાબંધી આવતાં દાવેદારી કરનારાઓ પૈકી અનેક લોકો મૂંઝાયા છે.
દાહોદ પાલિકાની તા.28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર ચૂંટણી માટે ભાજપમાંથી ટિકિટ માટે દાવેદારી કરનારાઓમાં સગપણે પતિ- પત્ની હોય તેવી 7 જોડી સાથે પિતા- પુત્ર અને માતા-પુત્રની 3-3, ભાઈ-ભાઈની 2 અને સાસુ- વહુ, દિયર- ભાભી, દાદા- પૌત્રી અને મામા-ભાણેજની 1-1 જોડીઓ મળી કુલ 19 જોડીઓએ દાવેદારી કરી છે.
તો આ વખતે 3 પૂર્વ નગરપ્રમુખો વિદ્યાબેન મોઢિયા, અનુરાધાબેન સિસોદીયા તથા રાજેશ સહેતાઈએ પણ દાવેદારી કરી છે. ભાજપમાંથી જ શ્રદ્ધા ભડંગ, જુગલ પંડ્યા, શીતલ પરમાર તથા રિઝવાન પાટુકે અલગ-અલગ બે વોર્ડમાંથી દાવેદારી કરી છે તો રીનાબેન પંચાલ અને ભાવનાબેન દરજીએ સામાન્ય બેઠક અને ઓ.બી.સી. એમ બબ્બે બેઠક માટે દાવેદારી કરી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લી ટર્મમાં કોંગ્રેસ પક્ષે જીતેલા વલીભાઈ દલાલે, આ વખતે કોંગ્રેસ પક્ષે જ ફરીથી ટિકિટની દાવેદારી કરી છે પણ તેમની પૌત્રી શબનમ દલાલે ભાજપમાંથી ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે.
પતિ પત્નીની જોડી
- ચિરાગ પંડયા જુગલબેન
- સત્યેન્દ્ર સોલંકી પ્રીતિબેન
- અર્પિલ શાહ તુલસીબેન
- મઝહર કુંદાવાલા ફાતેમાબેન
- અમિત અગ્રવાલ બરખાબેન
- મુકેશ ખંડેલવાલ સંતોષબેન
- દિપેશ લાલપુરવાલા સોનલબેન
માતા પુત્રની જોડી
- ગીતાબેન દેસાઈ જિતલ
- માયાબેન વર્મા વિકાસ
- લતાબેન સોલંકી રોનક
ભાઇ-ભાઇની જોડી
- અશેષ દિપેશ લાલપુરવાલા
- લખન વિનોદ રાજગોર
પિતા પુત્રની જોડી
- અરવિંદભાઈ ચોપડા દર્શન
- યુસુફખાન મૌલવી વસીમ
- રાકેશ નાગોરી તેજલ
મામા ભાણીની જોડી
- કાઈદ ચુનાવાલા મારિયા ભાટીયા
દિયર- ભાભીની જોડી
- મનોજ ચૌહાણ રશ્મિકાબેન ચૌહાણ
સાસુ વહુની જોડી
- કલાવતીબેન પરમાર કિંજલ પરમાર
દાદા પૌત્રીની જોડી
- વલી દલાલ (કોંગ્રેસ) શબનમ દલાલ (ભાજપ)
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed