રાજકારણ: દાહોદમાં ભાજપાના નારાજ અગ્રણી મહિલાને સમજાવતો ઓડિયો વાયરલ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ7 મિનિટ પહેલા
- કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર
- અપક્ષ ઉમેદવારી કરવાની વાતે સમજાવટની પ્રક્રિયા
- પ્રથમ મહિલા પ્રમુખને ટિકિટ નહીં મળતાં ગુસ્સે ભરાયાં
દાહોદ શહેરમાં વોર્ડ નં: 9માંથી ભાજપના ઉમેદવાર તરીકે પોતાને જાહેર નહીં કરાતા વિદ્યાબેન મોઢીયા નામે મહિલાએ દાવેદારી નોંધાવ્યા બાદ અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાનું નક્કી કર્યાનું જાણતા ભાજપ મોવડી મંડળ દ્વારા તેમને સમજાવટની પ્રક્રિયા આદરવામાં આવી હતી. આ સમજાવટની ઓડિયો કિલપ દાહોદમાં ફરતી થઇ જતા આ ભારે ચર્ચાનો વિષય બન્યો હતો.
ભાજપનું શાસન આવ્યા બાદ દાહોદ નગર પાલિકાના પ્રથમ મહિલા પ્રમુખ તરીકે 1995-96ના સમયે બિરાજમાન થઇ ચૂકનાર વિદ્યાબેન મોઢીયાએ અપક્ષ ઉમેદવારી કરવાનું નક્કી કાર્યની જાણ થતા જ દાહોદ પાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલમાં ચૂંટણી ઇન્ચાર્જ તરીકે નિયુક્ત ગુલશન બચ્ચાની અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખ કમલેશ રાઠીએ પોતાની રીતે વિદ્યાબેનને તેમની ઉંમર 60 વર્ષથી વધુ થઇ છે અને પક્ષમાં સિનિયર નેતા છે ત્યારે અપક્ષ ઉમેદવારી કરી પક્ષની પ્રતિષ્ઠાને નુકશાન ના કરવું જોઈએ નહીં તેવું સમજાવવા પ્રયત્ન કર્યો હતો.
જેને જવાબમાં વિદ્યાબેને, પોતાની સાથે પૂર્વ મહિલા પ્રમુખ રહી ચૂકેલ સિનિયર ભાજપીઓ દ્વારા પોતાને આગળ જ વધવા નથી દીધા અને ક્યારેય પક્ષમાં મહત્વનું કોઈ સ્થાન નથી સોંપાયું. આમ, હંમેશા પોતાને ઉપેક્ષિત કરાયા હોવાની લાગણી દર્શાવી પોતે અપક્ષ ઉમેદવારી કરશે જ તેવી મક્કમતા દર્શાવાઈ હતી.
દાહોદ પાલિકાની 36 બેઠકો માટે 56 ઉમેદવારીપત્ર ભરાયા
દાહોદના પાલિકાની ચૂંટણી માટે ઉમેદવારીપત્ર ભરવાની અંતિમ તારીખ તા.13 ફેબ્રુઆરી છે ત્યારે ફોર્મ ભરવાના આગલા દિવસે શુક્રવારે નવા 56 ઉમેદવારીપત્રો ભરાયા હતા. ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ પૂર્વે કુલ મળીને 73 લોકોએ ઉમેદવારી નોંધાવી દીધી છે. દાહોદ નગર પાલિકાની 36 બેઠકો માટે શુક્રવારે સાંજ સુધીમાં કોંગ્રેસ પક્ષે 33, અપક્ષ ઉમેદવાર તરીકે 20, આમ આદમી પાર્ટીમાંથી 14, ભાજપ પક્ષના 5 અને બી.ટી.પી.માંથી 1 ઉમેદવારે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું. ઉલ્લેખનીય છે કે વોર્ડ નંબર-1, 3, 7 અને 9 માંથી 8-8 તથા વોર્ડ નં:2 માંથી 5, વોર્ડ નં:4 માંથી 11, વોર્ડ નં:6 માંથી 9 અને વોર્ડ નં:8 માંથી 7 ઉમેદવારીપત્રો ભરાયા છે. હવે કોંગ્રેસમાંથી 36 બેઠકો માટે માત્ર 3 જ ઉમેદવારીપત્રો બાકી રહ્યા છે તો ભાજપમાંથી 36 પૈકીના માત્ર 5 જ લોકોએ ઉમેદવારીપત્ર ભર્યા છે. તેની સામે અપક્ષ ઉમેદવાર તરીકે 20 લોકોએ ઉમેદવારી નોંધાવી છે.
Related News
કોરોના અપડેટ: દાહોદ સાંસદ કોરોનામુક્ત થતાં હોસ્પિટલમાંથી રજા અપાઇ
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલાRead More
ભાસ્કર વિશેષ: મહિલાને 56 વર્ષની પ્રૌઢવયે માતૃત્વ પ્રાપ્ત થયું, મહિલાએ IVF કરાવ્યું હતું
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ દાહોદ40 મિનિટ પહેલાRead More
Comments are Closed