રહસ્યમય મોત: દાહોદના વેપારીનું ટ્રેનમાંથી નદીમાં પડી જતાં શંકાસ્પદ મોત, અવધ એક્સપ્રેસમાં દાહોદથી મેઘનગર જઇ રહ્યા હતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક

દાહોદના ગોદીરોડના રહેવાસી અને મ.પ્ર.ના મેઘનગરમાં નજમી કૃષિ સેવા કેન્દ્રના સંચાલક જુઝરઅલી વહોરાનું આકસ્મિત મોત થતાં વહોરા સમાજમાં શોક ફેલાયો હતો. મેઘનગર પોલીસના જણાવ્યા મુજબ જુઝરઅલીનો મૃતદેહ દાહોદ-મેઘનગર વચ્ચે અનાસ નદીમાંથી મળ્યો હતો.

ઝરઅલી અવધ એક્સપ્રેસથી દાહોદથી મેઘનગર જઇ રહ્યા હતા અને ટ્રેનમાંથી અનાસ નદીમાં પડ્યા હતાં. હાલ જીઆરપી આની તપાસમાં જોતરાઇ છે. મેઘનગર CHCમાં પોસ્ટમોર્ટમ બાદ જુઝરઅલીનો મૃતદેહ દાહોદ લાવીને અંતિમ વિધિ કરી હતી. આ પરિવારનો દાહોદના પડાવ વિસ્તારમાં ભારત એગ્રો નામે પેઢી પણ છે. જયાં અગાઉ તે પોતે જ બેસતા હતા. પરંતુ, નવી ગોઠવણ મુજબ પિતા અને ભાઈ દાહોદની પેઢી ઉપર સેટ થયા તો જુઝરભાઈએ મેઘનગરની બાગડોર સાંભળી હતી. આમ તો નિયમિત રીતે તેઓ સવારે મેઘનગર જઈને સાંજે પરત આવી જતા હતા. અને મોટાભાગે તેઓ પોતાની કારમાં જ મેઘનગર જતા હતા. માતા-પિતા અને ભાઈ-બહેનના પરિવાર સાથે રહેતા આશરે 45 વર્ષીય જુઝરભાઈના પરિવારમાં તેમની પત્ની અને બે છોકરા પણ છે.






Related News

Comments are Closed

%d bloggers like this: