રહસ્યભરી હત્યા: દાહોદના નાના ડબગરવાડના યુવકની ક્રૂર હત્યા : માથામાં હથોડી ઝીંકી, ગળું એવું કાપ્યું કે હેડકી બહાર નીકળી આવી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ40 મિનિટ પહેલા

  • કૉપી લિંક

યુવકની હાઇવે ઉપર ડિવાઇડરની વચ્ચે સળગાવેલી લાશ મળતાં તપાસમાં લાગેલી પોલીસ. લાશ પાસેથી મોબાઇલનું કવર અને હત્યા કરાયેલી હથોડી મળી આવી. 

  • મોપેડ એક કિમી દૂર કચરા ડેપો સામે ટાંકી પાસેથી મળ્યું : આ પડકાર રૂપ હત્યાનો ભેદ ઉકેલવા મથામણ
  • રાતના 10 વાગ્યાના અરસામાં પાલિકાથી નીકળ્યો, 3 વાગ્યે ફોન સ્વિચ ઓફ આવ્યો
  • જગદીશ ગુમ થયો હોવાની ફરિયાદ કરવા ગયા ત્યારે પરિવારને ઘટનાની જાણ થઇ
  • ઊંધા માથે હોવાથી ફક્ત પાછળનો ભાગ જ સળગી જવાથી ઓળખ છતી થઇ

દાહોદ શહેરના નાના ડબગરવાડમાં રહેતાં 19 વર્ષિય યુવકની નાની સારસી ગામે હાઇવેના ડિવાઇડરની વચ્ચે હત્યા કરવા સાથે તેની લાશ બાળી નાખવાનો પ્રયત્ન કરવામાં આવતાં સનસનાટી ફેલાઇ ગઇ હતી. આ હત્યા અંગે ગુનો દાખલ કરીને પોલીસે વિવિધ સ્તરે તપાસ શરૂ કરી છે.21 તારીખ સોમવારની રાત્રે આશરે 8.30 વાગ્યાના અરસામાં જગદીશ દેવડા તેના પરિવાર સાથે જમણવારમાં ગયો હતો. ત્યાંથી 9.30 વાગ્યે પરત આવીને દસેક વાગ્યાના અરસામાં તેનું જીજે-20-એસી-8614 નંબરનું જ્યુપીટર મોપેડ લઇને બજારમાં જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો. મિત્રોના જણાવ્યા અનુસાર નગર પાલિકા ચોકમાં ગયેલો જગદીશ માત્ર બેથી પાંચ મિનિટ જ દૂર રોકાયો હતો. ત્યાર બાદ તે મોપેડ લઇને ત્યાંથી જતો રહ્યો હતો.

હત્યારાઓએ જગદીશને રાતના 10 વાગ્યાના અરસામાં કચરા ડેપો સામે પાણીની ટાંકી પાસે બોલાવ્યો હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી છે. ત્યાંથી તેને કોઇ ગાડીમાં બેસાડીને નાની સારસી ગામે ઇન્દોર-અમદાવાદ હાઇવે સ્થિત ડિવાઇડરની વચ્ચે લઇ જવાયો હતો. ત્યાં તેનું ગળું ક્રૂરતાથી કાપતાં હેડકી બહાર નીકળી ગઇ હતી. આ સાથે તેના પેટમાં પણ એક ઘા માર્યો હતો. જગદીશના બંને હાથ પણ વાયરથી બાંધી દેવાયા હતાં. આ ઉપરાંત તેના માથાના પાછળના ભાગે હથોડી પણ ઝીંકવામાં આવી હતી. આટલુ ઓછુ હોય તેમ ઉંધા માથે પડેલા જગદીશ ઉપર કોઇ જલદ પ્રવાહી નાખીને આગ પણ ચાંપી દીધી હતી. ​​​​​​​ઘરે નહીં આવતાં રાતના ત્રણ વાગ્યે ઘરેથી ફોન કરતાં તેનો મોબાઇલ સ્વીચઓફ આવ્યો હતો. સવારે પરિવાર જગદીશ ગુમ થયો હોવાની શહેર પોલીસ મથકે ફરિયાદ કરવા માટે ગયા હતા ત્યાં લાશ મળી હોવાની જાણ થતાં તપાસમાં તે જગદીશ જ નીકળતાં પરિવારના પગ તળેથી જમીન સરકી ગઇ હતી. પોલીસને ઘટના સ્થળે હથોડી મળી આવી હતી. તેનું મોપેડ ઘટના સ્થળથી એક કિમી દૂર કચરા ડેપો સામે પાણીની ટાંકી પાસેથી મળી આવ્યુ હતું. આ હત્યા કોણે અને કેમ કરી તેની પાછળ હાલ રહસ્ય સર્જાયું છે. આ પડકાર રૂપ હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે તલસ્પર્શી તપાસ શરૂ કરી છે.

પરિવારે એકનો એક દીકરો ગુમાવ્યો

પોલિસ અઘિકારીઓ દ્વારા તપાસ કરમામાં આવી રહી છે.

પોલિસ અઘિકારીઓ દ્વારા તપાસ કરમામાં આવી રહી છે.

​​​​​​​રાજેશભાઇને વસ્તારમાં 19 વર્ષિય એક દીકરો જગદીશ હતો અને 14 વર્ષિય દીકરી અર્પિતા છે. તેઓ બારદાન સિવવાનો ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. લાડકોડમાં ઉછેરેલો એકનો એક દીકરો ગુમાવતા તેના માતા-પિતા ઉપર આભ ફાટી પડ્યુ છે. ઘટનાથી આખા ડબગર સમાજમાં ઘેરા શોક સાથે રોષ ફેલાઇ ગયો હતો.

મિત્રોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા
જગદીશની હત્યાનું રહસ્ય જાણવા માટે પોલીસે સાંજના સમયે તેના મિત્રોને પોલીસ મથકે તેડાવ્યા હતાં. મિત્રો પાસેથી પોલીસે જગદીશની વિવિધ પ્રકારની વિગતો મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

ફોન OLX ઉપર વેચવા મૂક્યો હતો
જગદીશે તેનો ફોન વેચવા માટે OLX ઉપર મુક્યો હતો. આ ફોન ખરીદવા માટે કોઇ વ્યક્તિનો વારંવાર ફોન આવતો હોવાથી જગદીશે તેનો નંબર બ્લોક કરી દીધો હોવાનું તેના મિત્રો પાસેથી જાણવા મળ્યું હતું.

હત્યારા ફોનનું કવર ઘટના સ્થળે ફેંકી ગયા
હત્યા કરનાર લોકો જગદીશનો ફોન પોતાની સાથે લઇ ગયા હતાં. ફોનનું કવર કાઢી નાખીને તેમણે ઘટના સ્થળે જ ફેંકી દીઘું હતું. જગદીશની લાશ પાસેથી મળેલું આ ફોનનું કવર પોલીસે કબજે લીધું હતું. ઘટનાના પગલે પોલીસે એફએસએલને જાણ કરતાં જગદીશ ઉપર કયું જલદ પ્રવાહી નાંખી આગ લગાવાઇ હતી તે અંગેની તપાસ શરૂ કરવામાં આવી હતી. આ સાથે સ્થળ ઉપરથી લોહીના નમૂના અને શંકાસ્પદ વસ્તુઓ પણ પોલીસ દ્વારા કબજે લેવામા આવી હતી.






Related News

Comments are Closed

%d bloggers like this: