રસીકરણ મહાઅભિયાન: દાહોદ જિલ્લામાં 1 દિવસમાં 14583 લોકોનું વૉક-ઈન વૅક્સિનેશન
દાહોદ4 કલાક પહેલા
- કૉપી લિંક
- લોકોને આસાનીથી વેક્સિન મળે તે માટે 150 બૂથ કરાયા
- 18+ ના 11129 અને 45થી વધુના 3454 લોકોને રસી મૂકાઇ
સમગ્ર રાજ્યની સાથે દાહોદમાં પણ કોરોના વાઇરસને પરાસ્ત કરવા માટે સોમવારે વેક્સીનેશનના મહાઅભિયાનનો 150 વેક્સિનેશ બુથ ઉપરથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. વેક્સિનેશન મહાઅભિયાનમાં અગાઉથી રજિસ્ટ્રેશન કરવામાંથી મુક્તિ હોવાથી લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લામાં સોમવારે 14583 લોકોએ વેક્સિનેશન કરાવ્યુ હતું.
21મી જૂનથી યુવાનોને વેક્સિનેશન માટે અગાઉથી રજિસ્ટ્રેશન નહીં કરાવવામાંથી છુટ આપવામાં આવી હતી. દરેક વ્યક્તિ વૉક-ઈન વૅક્સિન લઇ શકશે તેવી સુવિધા ઉપલબ્ધ કરાવીને જિલ્લામાં લોકોને ઘરઆંગણે આસાનીથી વેક્સિન ઉપલબ્ધ કરાવી શકાય એ માટે વેક્સિનેશન બૂથની સંખ્યા પણ વધારીને 150 કરાઇ હતી. દાહોદ જિલ્લામાં રાજ્યમંત્રી બચુભાઇ ખાબડે ધાનપુરના રાછવા તથા દાહોદ નગરના ગારખાયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સાંસદ જસવંતસિંહ ભાભોર અને કલેક્ટર વિજય ખરાડીએ બાંડીબાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.
વૉક-ઈન વૅક્સિનેશનને કારણે લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જિલ્લામાં એક જ દિવસમાં 14583 લોકો વેક્સિનેશન કરાવીને સુરક્ષિત થયા હતાં. જેમાં 18થી વધુના 11129 અને 45થી વધુના 3454 લોકોએ વેક્સિન મુકાવી હતી. ઉલ્લેખનિય છે કે, જિલ્લામાં 3.50 લાખથી વધુ લોકોએ રસીનો પ્રથમ ડોઝ મૂકાવી લીધો છે. જ્યારે 1.95 લાખથી વધુએ બીજો ડોઝ લઇ લીધો છે.
દાહોદ જિલ્લામાં સોમવારે થયેલું તાલુકાવાર વેક્સિનેશન
તાલુકો | રસીનો સ્ટોક | 18થી44 | 44થી ઉપર | કુલ | ટકાવારી |
દાહોદ તાલુકા | 2840 | 1250 | 1201 | 2451 | 86.3 |
ગરબાડા તાલુકા | 1400 | 1491 | 610 | 2101 | 150.07 |
ધાનપુર તાલુકા | 1400 | 809 | 602 | 1411 | 100.79 |
દે.બારિયા તાુલકા | 2000 | 1375 | 0 | 1375 | 68.75 |
ફતેપુરા તાલુકા | 1240 | 1190 | 0 | 1190 | 95.97 |
લીમખેડા તાલુકા | 1820 | 1700 | 0 | 1700 | 93.41 |
ઝાલોદ તાલુકા | 2210 | 1764 | 657 | 2421 | 109.55 |
સંજેલી તાલુકા | 720 | 350 | 371 | 721 | 100.14 |
સીંગવડ તાલુકા | 1100 | 1200 | 13 | 1213 | 110.27 |
દાહોદ તાલુકા | 2840 | 1250 | 1201 | 2451 | 86.3 |
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed