રસીકરણ પર અસર: દાહોદમાં ફ્રન્ટલાઈન વર્કર્સના બીજા તબક્કાના રસીકરણ પર ચૂંટણીની અસર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દાહોદ2 કલાક પહેલા

  • કૉપી લિંક
  • 28 ફેબ્રુઆરીના બદલે હવે 3 માર્ચથી રસીકરણ થશે ફ્રન્ટલાઈન વર્કર્સ હાલ ચૂંટણી ફરજમાં વ્યસ્ત

દાહોદ જિલ્લામાં હાલ કોરોનાના ઘટી રહેલા સંક્રમણ વચ્ચે પુરજોશમાં રસીકરણની કામગીરી ચાલી રહી છે. હેલ્થ વર્કસ અને ફ્રન્ટ લાઈન વર્કર્સને એક ડોઝ અપાયા બાદ એક મહિનો થઈ જતા હવે બીજો ડોઝ આપવાની કામગીરી શરૂ કરવામા આવી છે. જો કે, હાલ ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી હોવાથી ફ્રન્ટલાઈન વર્કર્સના રસીકરણ પર અસર પડી છે. અનેક એવા ફ્રન્ટલાઈન વર્કર્સ છે કે જેઓને 28 ફેબ્રુઆરીએ વેક્સિનનો બીજો ડોઝ આપવાનો હતો. પરંતુ, 28 તારીખે જિલ્લા-તાલુકા અને નગરપાલિકાની ચૂંટણીમાં કર્મચારીઓ રોકાયેલા હોવાથી હવે 3 માર્ચે બીજો ડોઝ આપવાની કામગીરી શરૂ કરાશે….

દાહોદ જિલ્લામાં 16 જાન્યુઆરીથી કોરોના રસીના રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો હતો. જિલ્લામાં અત્યાર સુધીમાં 12 હજાર 657 આરોગ્યકર્મીઓને પ્રથમ ડોઝ આપવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. તમામને બીજો ડોઝ આપવાની કામગીરી હાલ ચાલી રહી છે. તે પણ 25 ટકા પૂર્ણ થઈ ચૂકી છે.તેવી જ રીતે બીજી હરોળના કોરોના વોરિયર્સને પણ રસી મુકી દેવામાં આવી છે જેમાં વહીવટી કર્મચારીઓ,અધિકારીઓ અને પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મીઓનો સમાવેશ થાય છે.આશરે 15,000 જેટલા આ કોરોના વોરિયર્સને પણ પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે અને તારીખ 28 ફેબ્રુઆરીથી તેમને બીજો ડોઝ આપવાનો આરંભ કરવાનો હતો.

28 ફેબ્રુઆરીએના રોજ દાહોદ નગર પાલિકા,દાહોદ જિલ્લા પંચાયત અને 9 તાલુકા પંચાયતોની ચુંટણી માટેનું મતદાન યોજાનાર છે.ત્યાર બાદ 2 માર્ચના રોજ મતગણતરી યોજાશે.આ કામગીરીમાં વહીવટી કર્મચારીઓ,અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને તમામ પોલીસ જવાનો તારીખ 27 ફેબ્રુઆરીથી જ જોતરાઇ જશે.જેથી આ પૈકીના જે કોરોના વોરિયર્સને બીજો ડોઝ 28 તારીખે આપવાનો હતો તો હવે તારીખ 3 માર્ચથી આપવાની શરુઆત કરવામાં આવશે તેમ આરોગ્ય વિભાગના વિશ્વસનીય સૂત્રો દ્રારા જાણવા મળ્યુ છે.






Related News

Comments are Closed

%d bloggers like this: