રસીકરણ: દાહોદ જિલ્લાના ગામડાંઓમાં અંધશ્રધ્ધા અને ખોટી માન્યતાઓ દુર કરી વેક્સિનેશનને વેગીલુ બનાવવા અગ્રણીઓ દ્વારા પ્રચાર
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- Propaganda By Leaders To Speed Up Vaccination By Eradicating Superstitions And Misconceptions In The Villages Of Dahod District
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ2 કલાક પહેલા
- કૉપી લિંક
વેક્સિનેશનને વેગીલુ બનાવવા અગ્રણીઓ દ્વારા પ્રયત્નો
- વેક્સિનેશનની ઝુંબેશ ગ્રામ્ય કક્ષાએ વેગવંતી બનાવવા પ્રયત્નો શરુ કરાયા
દાહોદ જિલ્લામાં કોરોના વેક્સિનેશનની ઝુંબેશ પૂર જોશમા ચાલી રહી છે. તેને ગ્રામ્ય કક્ષાએ વેગવંતી બનાવવા હવે પ્રયત્નો શરુ કરાયા છે. તેના ભાગ રૂપે ગ્રામ્ય નેતાઓને રસીકરણ શરુ કરાયુ છે. જ્યારે બોરવાણી ગામના સરપંચ કલા ભૂરિયાએ આજે વેક્સિન મુકાવયા બાદ જણાવ્યુ હતું કે, વેક્સિન કોરોનાનો રામબાણ ઉપાય છે.
દાહોદ જિલ્લામાં કોરોના વેક્સિનેશનની ઝુંબેશમાં લોકસહયોગ મળી રહ્યો છે ત્યારે હવે તેને ગામડોમા વેગીલૂ બનાવવામા આવી રહ્યુ છે. કારણ કે જિલલાના ગામડાંઓમા આજે પણ અંધશ્રધધા અકબંધ છે. ભુવાઓ પાસે આજે પણ દોરા ધાગા કરાવાય છે. વેક્સિનેશન મામલે પણ જુદા જુદી મત પ્રવર્તે છે. જેથી ખોટી માન્યતાઓ દુર કરી ગ્રામજનો કોરોનની રસી મુકાવે તેવા પ્રયત્નો શરુ કરાયા છે. જેના ભાગ રૃપે ગામડાંઓના અગ્રણીઓને રસીકરણ કરાવી તેમના દ્વારા પ્રચાર પ્રસાર કરાવાઈ રહ્યો છે. તેના ભાગ રુપે બોરવાણી ગામના સરપંચ કલા નરસિંહભાઇ ભૂરિયાએ કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા બાદ તેમનો અભિપ્રાય ગ્રામ જનો સુધી પહોંચાડવામા આવ્યો છે.
બોરવાણી ગામના સરપંચ કલા નરસિંહભાઇ ભૂરિયા
બોરવાણી ગામના સરપંચ કલા ભૂરિયાએ જણાવ્યું હતું કે, કોરોના વેક્સિનના બંને ડોઝ મેં લીધા છે અને આ વેક્સિનના અનુભવને આધારે કહું છું કે આ વેક્સિનની કોઇ આડઅસર નથી. સૌ લોકો જેમનો વારો આવતો હોય તેમણે સત્વરે વેક્સિન લઇ લેવી. સરકાર દ્વારા વેક્સિનેશનની ખૂબ સારી કામગીરી થઇ રહી છે તેમાં સૌ ગ્રામજનોએ સહયોગ કરવો જોઇએ. સરપંચ કલા ભુરીયાની જેવી જ વાત લાખો વેક્સિન લેનારા લોકો પણ જણાવે છે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed