રસીકરણ અંગે જાગૃતી: દાહોદમાં કાર્યકારી કલેક્ટરે દુકાને-દુકાને ફરી વેપારીઓને વેક્સિન લેવા સમજાવ્યા

દાહોદ3 કલાક પહેલા

  • કૉપી લિંક
  • બસ સ્ટેન્ડમાં જઇ મુસાફરો સાથે રસીકરણ અંગે જાગૃત થવા સંવાદ સાધ્યો

દાહોદમાં રસીકરણનો વ્યાપ વધે એ માટે કાર્યકારી કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી રચિત રાજે એક નવતર પ્રયોગ હાથ ધર્યો હતો. ખાસ કરીને વેપારીઓમાં રસીકરણ પ્રત્યે જાગૃતિ વધે એ માટે તેઓ આજે બપોર બાદમાં બજારમાં નીકળ્યા હતા. દૂકાને દૂકાને જઇને વેપારીઓ, તેમને ત્યાં કામ કરતા કામદારોને કોરોનાથી સુરક્ષિત થવા રસી લેવા માટે સમજાવ્યા હતા.

રચિત રાજ બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલી ફરસાણ, કિરાણા સ્ટોર્સ તથા ફૂટવેર બજારમાં પણ પહોંચ્યા હતા. અહીં તેમણે દૂકાન માલિકો સાથે રસીકરણ બાબતે ચર્ચા કરી હતી અને તેમને સમજાવ્યા હતા કે દાહોદ નગરમાં બે સ્થળોએ રસીકરણની કામગીરી ચાલી રહી છે.

ગ્રાહકોને પણ આ સેન્ટરની માહિતી આપી કોરોના સામેની રસી મૂકાવી સુરક્ષિત બનાવવા વેપારીઓ પોતાની ભૂમિકા અદા કરે તેવી અપીલ કરી હતી. રાજમાર્ગ ઉપર ફ્રુટ, બીજા સામાન્ય સામાન વેચતા ફેરિયાઓને પણ વારાફરતી મળ્યા હતા. બસ સ્ટેન્ડમાં પણ પહોંચ્યા હતા.

અહીં રહેલા મુસાફરોની પણ પૃચ્છા કરી હતી. યુવાનો, વૃદ્ધો, મહિલાઓ, ડ્રાઇવરો સાથે રસીકરણ બાબતે ચર્ચા કરી હતી. એટલું જ નહીં, તેઓ બસ સ્ટેન્ડ અંદર રહેલા એનાઉન્સમેન્ટ સેન્ટર અંદર પહોંચી ગયા હતા અને ત્યાંથી તેમણે પોતાના સ્વરમાં માઇક ઉપર કોરોના સામેની રસી લેવા માટે મુસાફરોને માહિતી આપી હતી. બસની અંદર જઇને મુસાફરો સાથે સંવાદ સાધ્યો હતો.

એક વૃદ્ધ મુસાફરે રસી મૂકાવી નહોતી. એ જાણી તેઓ આશ્ચર્ચ ચકિત થઇ ગયા હતા. તેમણે તે વૃદ્ધ મુસાફરનો નંબર લઇ બે દિવસમાં રસી મૂકાવી લેવા સૂચના આપી હતી. બસ સ્ટેન્ડ બહાર રહેલા રિક્ષાચાલકોને પણ જાગૃત કરાયા હતાં. આ ડ્રાઇવમાં સાથે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રમેશ પહાડિયા, નાયબ કલેક્ટર એમ. એમ. ગણાસવા, પોલીસ ઇન્સ્પેક્ટર વસંત પટેલ પણ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: