રસીકરણથી વંચીત: 60થી વધુ વયના 6086 વૃદ્ધો રસીકરણથી વંચિત, દાહોદ જિલ્લામાં લિસ્ટ જનરેટ થયા બાદ રસીકરણ માટે PHC, CHC બોલાવે છે
- Gujarati News
- Local
- Gujarat
- Dahod
- 6086 Senior Citizens Above 60 Years Of Age Deprived Of Vaccination, Call PHC, CHC For Vaccination After List Is Generated In Dahod District
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
બલૈયાના 88 વર્ષના હમતીબેનને વેક્સિનનો એક પણ ડોઝ લાગ્યો નથી.
- કેન્દ્રો 5 કિમી દુર હોવાથી સમસ્યા; 50થી વધુ વયના 10 હજારથી વધુ મોટી બીમારીથી પીડીત
દાહોદ જિલ્લામાં કોરોના સામે બાથ ભીડવા માટે રસીકરણ કાર્યક્રમ ગ્રામ્ય કક્ષાએ ચાલી રહ્યું છે. તે છતાંય 60થી વધુ ઉમર ધરાવતાં વૃદ્ધો આ રસીકરણથી વંચીત જોવા મળી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં વૃદ્ધો જ સૌથી વધુ ભોગ બનવા સાથે તે પૈકીના ઘણાના નિધન પણ થઇ ગયા હતાં.
રસીકરણ માટે વહીવટી તંત્ર દ્વારા કરાયેલા પ્લાનિંગ મુજબ જિલ્લા કક્ષાએથી લિસ્ટ જનરેટ થયા બાદ તે PHC અને CHC કક્ષાએ મોકલવામાં આવે છે. એક PHC કે CHC પાંચથી છ ગામડા કવર કરે છે. અહીંનો સ્ટાફ સબંધિતોને ફોન કરીને બોલાવે છે. તેમાં રસ હોય તેવા લોકો રસી લેવા આવે છે પરંતુ શારીરિક અશક્તિ, બીમારી કે અન્ય કારણોસર વડિલો અને તેમાંય 60થી વધુ વય ધરાવતાં લોકો રસીકરણ માટે આવી શકતા નથી. તેના કારણે હાલમાં દાહોદ જિલ્લામાં ટકા વડિલો રસીકરણથી વંચીત જોવા મળી રહ્યા છે.
હાલમાં જિલ્લામાં આરોગ્ય વિભાગને આપેલા ટાર્ગેટની સામે 60 કે તેથી વધુ વય ધરાવતા 6086 વડિલો રસીકરણથી વંચીત છે. વડિલો અને દિવ્યાંગોને તેમના ઘર આંગણે રસી આપવાની કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા છે. તેનું જો પાલન કરવામાં આવશે તો જ દાહોદ જિલ્લામાં 100 ટકા વડિલોનું રસીકરણ શક્ય બને તેમ છે.
થોડા સમય પહેલાં આરોગ્ય વિભાગ દ્વારા જ કરવામાં આવેલા સર્વેમાં દાહોદ જિલ્લામાં 50થી 60 વર્ષ વચ્ચેની વય ધરાવતા 198916 મહિલા-પુરૂષ અને 60 વર્ષ કે તેથી વધુ વય વાળા 145000 મહિલા-પુરૂષ મળી આવ્યા હતાં. આ કુલ 350982 લોકોમાંથી 10817 લોકો વિવિધ મોટી બીમારીથી પીડાતા હોવાનું સામે આવ્યુ હતું. જ્યારે 343916 લોકોને કોઇ બીમારી જ ન હોવાનું જણાયુ હતું.
50થી વધુ વયના બીમાર વડીલો | ||
બીમારી | પુરૂષ | મહિલા |
માનસિક અસ્વસ્થ | 259 | 168 |
કેન્સર | 84 | 58 |
હૃદય | 211 | 140 |
કીડની | 35 | 27 |
કીડની ટ્રાન્સપ્લાન્ટ | 2 | 1 |
સીકલસેલ | 1462 | 1897 |
એઇડ્સ | 96 | 90 |
આગામી દિવસોમાં આયોજન કરાશે
હાલમાં PHC અને CHC સેન્ટરે બોલાવી રસીકરણ કરવામાં આવે છે. લિસ્ટિંગ બાદ આગામી દિવસોમાં 60 કે તેથી વધુ ધરાવતા લોકોને ઘરઆંગણે સુવિધા મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે.>આર.ડી પહાડીયા, જિલ્લા આરોગ્ય અધિકારી
60થી વધુ વયના વૃદ્ધોનું રસીકરણ | ||
તાલુકો | સંખ્યા | રસીકરણ |
ગરબાડા | 14201 | 14031 |
ઝાલોદ | 26173 | 24637 |
દાહોદ | 27820 | 26378 |
દે.બારિયા | 18290 | 17346 |
ધાનપુર | 11980 | 12541 |
ફતેપુરા | 15450 | 15050 |
લીમમખેડા | 15222 | 13126 |
સિંગવડ | 9087 | 8731 |
સંજેલી | 7133 | 6718 |
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed