રવિવારના રોજ રોટરી ઇન્ટરનેશનલ ક્લબના પ્રમુખ સી .વી. ઉપાધ્યાય અને મંત્રી હરેશભાઈ ત્રિપાઠીની PDG નરેન્દ્રજી જૈનની હાજરીમાં શપથવિધિ કાર્યક્રમનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું
KEYUR PARMAR DAHOD BUREAU
દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેરના ગોદી રોડ પર આવેલ અગ્રસેન ભવન ખાતે ગઈ કાલે તારીખ ૧૭/૦૭/૨૦૧૬ રવિવારના રોજ રોટરી ઇન્ટરનેશનલ ક્લબના પ્રમુખ સી .વી. ઉપાધ્યાય અને મંત્રી હરેશભાઈ ત્રિપાઠીની PDG નરેન્દ્રજી જૈનની હાજરીમાં શપથવિધિ કાર્યક્રમનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દાહોદ શહેરના Dy.SP ગુપ્તા સાહેબ, દાહોદ નગર સેવા સદનના પ્રમુખ સંયુકતાબેન મોદી, કાઉન્સીલર પ્રશાંત દેસાઇ, કાઇદ ચુનવાલા તથા નગર સેવા સદન ના અન્ય સભ્યો તથા માજી રોટેરીયન કિશનભાઈ અગ્રવાલ, લાયન્સ ક્લબના માજી પ્રમુખ ફિરોજભાઈ લેનવાલા તથા નવા નિમાયેલ પ્રમુખ ધર્મેન્દ્ર સોલંકી તથા ગોધરા, ડેરોલ કાલોલ, હાલોલ તથા મધ્યપ્રદેશના ઝાબુઆ, મેઘનગરના રોટરી ક્લબના અન્ય હોદ્દેદારોએ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. રોટરી ક્લબના સી.વી. ઉપાધ્યાયે પ્રમુખ તરીકે શપથ લઈ કહ્યું કે તેઓ જૂના રોટેરિયન સભ્યોને તથા નવા નિમાયેલા સભ્યોને સાથે લઈને દરેક કાર્યક્રમ કરવાની નેમ લીધી છે. નવા નિમાયેલા પ્રમુખ તેમના કાર્યકાળ દરમિયાન સારું કામ કરે તેવી અપેક્ષા PDG નરેન્દ્રજી જૈન સાહેબ વ્યક્ત કરી હતી અને તેઓ એ વધુમાં જણાવ્યુ હતું કે આ રોટરી ક્લબની એક સંકલ્પવિધિ છે શપથવિધિ નથી. આ કાર્યક્રમની આભરવીધી ક્લબના મંત્રી હરેશભાઈ ત્રિપાઠીએ કરી હતી. આ કાર્યક્રમનું સફળતાથી સંચાલન એમ. વાય. હાઇસ્કૂલના દવે સાહેબે કર્યું હતું.
HONDA NAVI IS THE SPONSER OF THIS NEWS
Related News
આજે ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ દ્વારા દાહોદ ખાતે ૫૦૦ જેટલા આદિવાસી લાભાર્થીઓને મધમાખી ઉછેર બોકસના વિતરણનો કાર્યક્રમ યોજાશે
કેન્દ્ર સરકાર દ્વારા મધમાખી ઉછેર માટે ખેડૂતોને પ્રોત્સાહિત કરી આર્થિક રીતે સધ્ધર કરવાનો મૂળભૂતRead More
દાહોદ : ગ્રામ સ્વરાજ અભિયાન અંતર્ગત ભાજપ યુવા મોરચાએ સ્વચ્છતા કાર્યક્રમ યોજ્યો
દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મુખ્ય મથક દાહોદ ખાતે આજરોજ તા.૧૮/૦૪/૨૦૧૮ બુધવારે ગ્રામ સ્વરાજRead More
Comments are Closed