રળિયાતી ગામમાં જમીન મુદ્દે લાકડીઓ મારી 3ને ઘાયલ કર્યા

દિવ્ય ભાસ્કર

Aug 15, 2020, 04:00 AM IST

દાહોદ. રળીયાતીના સોમસિંગ સંગાડીયાની પુત્રી ખેતરમાં ઘાસ કાપતી હતી. ત્યારે મોટી ખરજના ભેરા ભાભોર, ભાવસિંગ ભાભોર, કપિલ ભાભોર અને વિનુ તાવિયાડ લાકડીઓ લઇને આવી સુનિતાને કહેલ કે તારો બાપ ક્યા છે તેને બોલાવ તેમ કહેતા સુનિતાએ માતા સુમિત્રાબેન તથા અનિલભાઇને ફોન કરી બોલાવ્યા હતા. ત્યારે ચારેય જમીન અમારી છે કહી ગાળો બોલવા લાગતા ગાળો બોલવાની ના પાડતાં ઉશ્કેરાઇ જઇ સુમિત્રા તથા સુનિતા અને અનિલને લાકડીઓ વડે મારી ઇજા પહોંચાડી હતી. તેમજ અનિલને માર મારી જાનથી મારવાની ધમકી આપી હતી. આ સંદર્ભે દાહોદ તાલુકા પોલીસ મથકે હુમલાખોરો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.






Related News

Comments are Closed

%d bloggers like this: