રથયાત્રા: દાહોદ જિલ્લામાં ચાર સ્થળે જગન્નાથની નગરચર્યા નીકળશે

દાહોદએક કલાક પહેલા

  • કૉપી લિંક
  • બંદોબસ્ત સાથે નિયંત્રિત રૂટ પર 2 કલાકમાં રથયાત્રા સંપન્ન થશે

દાહોદ જિલ્લામાં આજે દાહોદ, ઝાલોદ, લીમડી અને લીમખેડા ખાતે પોલીસના સઘન બંદોબસ્ત સાથે ભગવાનશ્રી જગન્નાથજીની રથયાત્રા યોજાનાર છે. તા.12 જુલાઈએ અષાઢી બીજના પાવન પ્રસંગે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે એસ.પી. હિતેશ જોયસરના જણાવ્યા અનુસાર દાહોદ જિલ્લાની ચારેય રથયાત્રા ટૂંકા રૂટમાં નીકળનાર છે તો જે વિસ્તારમાંથી રથયાત્રા નીકળે એ વિસ્તારમાં સંચારબંધી અમલમાં બનશે. રથનું વહન કરવા માટે મહત્તમ 60 ભક્તો જ ભાગ લઇ શકશે.

ઉપરાંત યાત્રામાં પાંચ કરતા વધુ વાહનો નહીં જોડાય. અને કોઇ સ્થળે વિરામ પણ નહીં કરે. પ્રસાદનું વિતરણ પણ નહીં કરવામાં આવે. આયોજકો તરફથી જે ભાવિકો રથયાત્રામાં જોડવાના છે, એમનો Rtpcr ટેસ્ટ નેગેટિવ તથા કોરોના સામેની રસીનો ડોઝ લીધો હોવો ફરજ્યાત છે.

દાહોદમાં રૂટ આ રહેશે
દાહોદ ખાતે 14મી રથયાત્રા હનુમાન બજારથી આરંભાઈ પડિવ થઈને નેતાજી બજાર આવશે અને ત્યાંથી અનાજ માર્કેટ સર્કલ પાસેથી આશીર્વાદ ચોક આવશે. બાદમાં જૂની કોર્ટ રોડથી ગાંધીચોક આવીને નેતાજી બજાર થઈ હનુમાન બજારના નિજમંદિરે પરત આવશે.

અન્ય સમાચારો પણ છે…





Related News

Comments are Closed

%d bloggers like this: