રતલામ-નીમચની ઘટના: એન્જિનના બે પૈડાં જામ છતાં માલગાડી દોડી, પૈડામાં 180 MMના ખાડા પડયા
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દાહોદ3 કલાક પહેલા
- કૉપી લિંક
- માલગાડી શંભુપુરાથી કંટેનર લઇ પીપાવાવ પોર્ટ જઇ રહી હતી
- ક્રૂ મેમ્બરને SF-5 ચાર્જશીટ આપી સસ્પેન્ડ કરાશે : સદભાગ્યે મોટો અકસ્માત ટળ્યો : શનિવારે કંટ્રોલ રૂમ સહિતના કર્મચારીઓના જવાબ લેવામાં આવ્યા
રતલામ-નીમચ સેક્શનમાં શંભુપુરાથી કંટેનર લઇને પીપાવાવ પોર્ટ જઇ રહેલી માલગાડીને મોટો અકસ્માત થતાં બચી ગયો હતો. ગુરુવારની પરોઢના 6.30 વાગ્યે શંભુપુરાથી નીકળ્યા બાદ 50 કિમી પ્રતિ કલાકે દોડતી માલગાડીના ઇલેક્ટ્રીક એન્જીનના એક્સલ નંબર 6ના બંને પૈડા જામ થઇ જતાં પાટા સાથે ઘસાવા લાગ્યા હતાં. માલગાડી દોડાવતા રતલામના લોકો પાયલટ ધર્મેન્દ્ર મીણા અને આસિ. લોકો પાયલટ પપ્પુરામ મીણાને આ બાબતની જાણ જ થઇ ન હતી.
પરોઢે 8.20 વાગ્યે પલદાથી પસાર થતી વખતે સ્ટેશન માસ્તર અને પોઇન્ટમેને વ્હીલ લોક જોઇને માલગાડી રોકાવ્યા બાદ ડ્રાઇવરો ચોંકી ઉઠ્યા હતાં. પાટા ઉપર ધસડાવવાને કારણે પૈડાઓમાં 125થી 180 એમ.એમના ખાડા પડી ગયા હતાં. જાણવા મળ્યા મુજબ શંભુપુરાથી રવાના થયાબાદ જ એન્જીનના એક્સેલની ટ્રેક્શન મોટરમાં ક્ષતિ સર્જાઇ હતી. વ્હીલ ઓવરસ્પીડ ફરવા લાગતા ગંભીરી સ્ટેશન સુધીનો આઠ કિમીનો ટ્રેક ખરાબ થઇ ગયો હતો.
ગંભીરી સ્ટેશને ચેક કરતાં તાપમાન બરોબર હોવાથી ડ્રાઇવરોએ માલગાડી આગળ વધાર્યા બાદ રસ્તામાં વ્હીલ ક્યારે જામ થઇ ગયા તે ખબર જ પડી ન હતી. માલગાડી 80 કિમી દોડાવીને દલૌદા સ્ટેશન સુધી લઇ આવ્યા હતાં. ઘટના પગલે રેલવેના આસિ. ગ્રેડના ત્રણ અધિકારીઓએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. શનિવારે દલોદા કંટ્રોલ રૂમ સહિતના કર્મચારીઓના જવાબ લેવામાં આવ્યા છે. ડ્રાઇવર અને ગાર્ડને 24 કલાકના રેસ્ટ ઉપર મોકલી દેવાયા છે.ક્રુ મેમ્બરને SF-5 ચાર્જશીટ આપી સસ્પેન્ડ કરાશે તેવું જાણવા મળ્યુ છે.
તપાસ માટે ટીમ બનાવી છે
ટ્રેકને નુકસાન થયુ છે. એન્જીન લિફ્ટ કરી ડીઝલ શેડ લઇ જઇ સમારકામ કરાશે. માઇક્રો-પ્રોસેસર અને સેન્સર લાગેલા હોવાથી સાચી ઘટના સામે આવી જશે. તપાસ માટે 3 સભ્યોની ટીમે તપાસ શરૂ કરી છે. >વિનીત ગુપ્તા, ડીઆરએમ, રતલામ
નવા પૈડાં વડોદરાથી મંગાવાયા
રતલામ ડીઝલ શેડની ટીમ20 કિમી પ્રતિ કલાકની સ્પીડે શુક્રવારની રાત્રે એન્જીનને રતલામન ડીઝલ શેડમાં લઇ ગઇ હતી.ત્યાં એન્જીનના એક્સેલ નંબર 6ના બંને પૈડા બદલવામાં આવશે. નવા પૈડા વડોદરાથી મંગાવવામાં આવ્યા છે.
માઇક્રોપ્રોસેસરથી સાચી ઘટના જાણી શકાશે
WAG 9 એન્જીનમાં 6 એક્સલ અને 12 પૈડા છે. આખા એન્જીનમાં સેન્સર લાગેલા છે, જેનો તમામ ટેડા માઇક્રો-પ્રોસેસરમાં રેકોર્ડ થાય છે. ભુલ ડ્રાઇવરોની હતી કે ટેકનિકલ ખામી હતી તે તપાસ બાદ ખબર પડી જશે.
Related News
રસ્તો બનવાની રાહમાં: ફતેપુરા તાલુકાના રાવળના વરૂણામાં આઝાદીના દાયકાઓ બાદ પણ સ્થાનિકો રસ્તાની સુવિધાથી વંચિત
દાહોદ3 કલાક પહેલા કૉપી લિંક સુખસરથી રાવળના વરુણા જતા માત્ર બે કિલોમીટરના રસ્તાની કામગીરી બબ્બેRead More
કરુણ અંજામ: દેવગઢ બારીયાના બૈણામાં પર સ્ત્રીના પ્રેમમા અંધ પતિએ ત્રાસ આપી મરવા મજબૂર કરતા પત્નીએ આત્મહત્યા કરી લીધી
દાહોદ2 કલાક પહેલા કૉપી લિંક પતિથી ત્રસ્ત પરિણીતાએ સાસરીમાં જ ગળાફાંસો ખાઈ લીધો દેવગઢ બારીયાRead More
Comments are Closed